પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી. હાર આજે મૅડરેટને સંભળાવે છે કે, ગોળમેજી કયાં પ્રતિનિધિત્વવાળી હતી કે સંયુક્ત કમિટીની પાસે જનારા તમારે પ્રતિનિધિત્વ ધરાવતા હિંદીઓ જોઈ એ છીએ ? હારને કશું નથી આપવું. પ્રાન્તિક સ્વરાજ્ય પણ નથી આપવું એ પણ પોકારી પોકારીને કહેલું. પણ શાસ્ત્રીને તો તે દિવસે પણ વિશ્વાસ હતો અને મહાત્મા ગાંધીને પકે આપવા નીકળ્યા હતા. મે બાપુને પૂછયું : “ આજે શાસ્ત્રીને લાગતું હશે ખરું કે એણે છેલ્લે દિવસે જે ભાષણ આપ્યું હતું તે આપવામાં ભૂલ કરી હતી ? ” બાપુ : “ ના, એ તે આજે પણ એમ માનતા હશે કે ગાંધી અમારી સાથે રહ્યા હોત તો આજે થઈ એવી સ્થિતિ ન થાત. એનું કારણ છે. એ સરળ માણસ છે અને સરળ માણસને આત્મવંચનાનો પાર નથી હોતા મારે વિષે પણ કહેવાય છે ના કે હું ઘણી વાર પેાતાને છેતરું છું. પેલા વાછડાને મા તે ઘડીએ માન્યું કે હું શુદ્ધ અહિંસા આચરી રહ્યો છું. પણ એ કાર્યનું શું પરિણામ આવશે એની મને ત્યારે શી ખબર પડે ? મારી ભૂલ થઈ હોય તો હું અહિંસાના આચરણમાં પડતો જાઉં. જે મેં કહ્યું એ બરાબર કર્યું હોય તો મારું આચરણ વધારે ને વધારે પ્રગતિ પામતું જાય. પણ તે દિવસે તો મારી પૂરેપૂરી આત્મવંચના સંભવે છે ના ?” હું : “મારું કહેવું એ છે કે એ માણસને આજે એમ લાગતું નહીં હોય કે પોતાના વિશ્વાસ ખાટો હતો, અને આ માણસ (ગાંધી ) જે કહેતા હતા તે સાચું કહેતા હતા ?” બાપુ : ** હાં, એમ જે એને લાગે તો એની ભાષા આજે જુદા પ્રકારની હોય, અને બ્રિટિશ નીતિ ઉપરથી એને વિશ્વાસ તદ્દન ઊડી જાય. હું નથી કહેતા કે સવિનયભંગ કરે. પણ એ અને બીજી બધા આજે માગણી કરે કે ગાંધી જે કહેતા હતા એ જ સાચું કહેતા હતો અને તમારે એને છાડવા જોઈએ. ગોખલે વારંવાર મારે વિષે કહેતા કે આ માણસની સમાધાન કરવાની શક્તિ પણ અજબ છે. પોતાના સાથીને પણ એ જ કહેતા. એ વસ્તુ આ લોકો સરકારને કહી શકે છે, પણ એ લો કા કઈ એવું માનતા નથી. એ લોકે આ અસ્પૃશ્યતાની બાબત પણ કયાં સમજે છે ? મેકડોનલ્ડની એ કામી ચુકાદાની બાબતમાં બરાબર કિમત થવાની છે.” વલભભાઈ : ૪૮ કિમત નથી થઈ ગઈ શું ? આજે જ હારે એનાં વચન ટાંકીને એના જે અર્થ કરી બતાવ્યો એ એને પૂછળ્યા વિના કર્યો ૨૯૪

Gandhi Heritage Portal

૨૯૪