પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હશે ? અને મેકડાનડે તે વેળા ભાષણ આપ્યું હશે તે હારને પૂછળ્યા વિના આપ્યું હશે ? ” - બાપુ : “ના, એમાં સેંકડોડનો વાંક નથી. આ માણસે એ બાબત એના હાથમાંથી લઈ લીધી છે અને પોતે સ્વેચ્છા મુજબ વર્તે છે. અને એને કહે છે કે નહી તે તમે હિંદુસ્તાન ખોઈ બેસશો. પણ કામી લવાદીની બાબત એ મકાનડની પોતાની છે. એણે જ પોતાની લવાદી સૂચવી હતી. અને હવે સરકાર તરફથી ચુકાદો આપવાના છે. હોરની પાસે પોતાનું નિરાકરણ તો પડેલું હશે જ. પણ એ બાબતમાં મેકડોનલ્ડને જ બધું કરવાનું છે, એટલે એની રાહ જોવાય છે. આજ સુધીની બધી વાત એના ખાતાની છે તેમાં હારની સ્વતંત્રતા સમજી શકાય. પણ હવે તે એને ન્યાયાધીશ થઈને બેસવાનું છે. જોઈ એ છીએ, એ શું કરે છે ?” e * - આજે બાપુએ ઇશોપનિષદ આખું. લખી કાઢયું. મેં પૂછયું : “ આ શા સારુ ?” તો કહે, “ મારે એ ગોખી કાઢવું છે. અને ચેપડે લઈને કુથાં ફેરવ્યાં કરું ? આ કાગળ તો ગમે ત્યાં રખાય.” | વેદાંત, ઉપનિષદો, વગેરેનું આજકાલ અધ્યયન ચાલી રહ્યું છે. આજે બપોરે શ્વેતાશ્વતરનો બ્લેક કાઢીને મને બતાવ્યો અને કહ્યું : यदा चर्मवदाकाशं वेष्टयिष्यन्ति मानवाः । तदा देवमविज्ञाय दुःखस्यान्तो भविष्यति ॥ ** જે ઉપનિષદના કાળમાં આ શ્લોક લખાયા તે કાળની ગહન બુદ્ધિમત્તાની એ પરાકાષ્ઠા સૂચવે છે. આત્મજ્ઞાન વિના દુ:ખને અંત નથી એ વાત તો છે જ, પણ એ વસ્તુની છાપ સુટ રીતે કયારે પડે કે જ્યારે આત્મજ્ઞાન વિના દુ:ખનાશની અશક્યતા એવી જ બીજી અશકયતાથી બતાવાય. એ એમ કહીને બતાવી કે જેમ ચામડું અંગ ઉપર પહેરીએ છીએ તેમ આકાશને જે પહેરી શકાતું હોય તો, અથવા તો શરીરની ઉપર ચામડી જે રીતે હાડમાંસ વગેરેને ઢાંકે છે તે રીતે આકાશ વડે આપણે ઢંકાઈ શકાતા હાઈ એ તો, આત્મજ્ઞાન વિના દુ:ખનાશ સંભવે. આ બ્લેકના બીજા તે અનેક અર્થો નીકળી શકે. પણ આ શબ્દાર્થ પણ અદ્ભુત નથી?” e ખરી વાત જ એ છે કે ઈશાપનિષદ અને શ્વેતાશ્વતરમાં આત્મતત્ત્વની જેવી વ્યાખ્યા થઈ છે તેવી વ્યાખ્યા જગતના કોઈ પણ સાહિત્યમાં થયેલી જણી નથી. ૨૫

Gandhi Heritage Portal

૨૯૫