પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે કંઈક વિષય ઉપરથી વાત નીકળી કે વકીલે અને બીજા વર્ગ કેમ નહીં સમજતા હોય કે એક વર્ગ પણ ભેગા થઈને ૨૬–૭–' રૂ ૨ અસહકાર કરે તો રાજ્ય બધું ભાંગી પડે? હારને જ્યાં સુધી એનું પોલીસ મિલિટરી ચાલે ત્યાં સુધી નિરાંત છે. એ ન ચાલતાં હોય તો એને ધક્કો વાગે ખરા. ૨૧માં એવી કંઈક સ્થિતિ હતી. બાપુ કહે : “ના, તે વખતે બહુ ઉપલકિયા હતું. પણ ખરી વાત તો એ છે કે આજે આપણને સ્વરાજ મળે તો પણ શું કરીએ ? એ આપણે જીરવી જ ન શકીએ. ભયંકર આંતરવિગ્રહ થાય. આજે જે ચાલી રહ્યું છે તેમાંથી લાકે અહિંસા શીખીને નીકળશે કે કાપાકાપી મારામારીમાં વિશ્વાસ લઈ ને નીકળશે ? મારી ઊડે ઊડે પ્રતીતિ એવી છે કે અહિંસા વિષે વધારે બળવાન શ્રદ્ધા લઈને નીકળશે. આજે સ્વરાજની ઈમારત ઘડાઈ જ રહી છે; આજની સ્થિતિને પહોંચી વળવું, કેવું કામ લેવું વગેરે વસ્તુનો નિર્ણય અને અમલ એ સ્વરાજનો અમલ નહીં તો બીજું શું? પણ ઇમારત ઉપર ઘુમ્મટ ચલ્યો નથી એટલે આપણે સ્વરાજ નજરે નથી જોઈ શકતા.” આજે આશ્રમની ટપાલ ચાર દહાડા રાહ જોવડાવીને અવંગ આવી. આ પ્રમાણે પણ નિયમિત આવ્યાં કરે તો સારું. આજનાં અનુકરણ’ નાં વચનો સેનાના અક્ષરે કાતરી સૂતી અને ઊઠતી વખતે રાજ વાંચવા અને મનન કરવા લાયક છે : ૨૭–૭-'રૂ૨ "The devil sleepeth not, neither is the flesh yet dead; therefore thou must not cease to prepare thyself for the battle; for on the right hand and on the left are enemies that never rest." e 6% શેતાન ઉધતો જ નથી. તેમ આ શરીરમાંનું પશુત્વ મરી ગયેલું નથી. એટલે યુદ્ધની તૈયારી કરતાં તું જરા પણ દમ ન ખાજે. તારે જમણે તેમ જ ડાબે હાથે દુશ્મનો અવિશ્રાંત બેઠેલા છે.” આજે બાપુએ આશ્રમની ટપાલ લગભગ એકલે હાથે પૂરી કરી નાખી. મારી પાસે છ કાગળ લખાવ્યા અને બાર પોતે લખ્યા. દેવદાસને કાગળ લખ્યો તેમાં લખ્યું : “ હમણું મારી ટપાલ બહુ અવ્યવસ્થિત થઈ છે. ખૂબ ચક્કર ખાઈને આવે છે. છતાં મળે છે એટલું જ ગનીમત કહીએ. કેદીને શા હક છે? કેદનો અર્થ જ હકનો અભાવ. કેદને વિષે આ સમજ હોવાથી મન સ્વસ્થ રાખી શકાય છે. મળવાનું પણ તેમ જ છે. ૨૯૬.

Gandhi Heritage Portal

૨૯૬