પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવને ઘણેભાગે મળી શકીશ. પણ તું ધારે છે એમ ટાઈમટેબલ ન બનાવી શકાય. કાં તો ન મળવાનું જોખમ ઉઠાવવું, અથવા મળવાના લાભ જ છોડી દેવા. તને અને લક્ષ્મીને મળી શકયો હોત તો રાજી તો થાત, પણ મેં લીધેલું પગલું બરાબર જ લાગે છે. વધારેમાં વધારે આઘાત માને પહોંચશે. પણ તેણે તો આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધા છે. મારી સાથે સંબંધ રાખનાર કે બાંધનાર બધાને આકરી કિંમત તો આપવી જ પડે છે. બાને સૌથી વધારે આપવી પડી છે, એમ કહી શકાય. એટલે સ તેષ મને છે કે તેમાં બાએ ખાયું નથી. આશ્રમમાં વ્યક્તિગત પ્રાર્થના ઉપર પ્રવચન મેકહ્યું અને બે કાગળામાં પ્રાર્થના વિષે જ જવાબ આપ્યો. નારણદાસભાઈ ને લખ્યું : ૮૬ આજકાલ પ્રાર્થના વિષે વિચારો આવ્યા કરે છે.” વ્યક્તિગત પ્રાર્થનાની અાવશ્યકતા બતાવીને કહ્યું : “ પ્રાર્થના વખતે તેણે મલિનતાનો ત્યાગ કરવા જ જોઈ એ. જેમ કેાઈ મનુષ્ય તેને જુએ ત્યારે મલિન કામ કરતાં તે શરમાશે તેમ જ તેણે ઈશ્વરની સમક્ષ પણ મલિન કામ કરતાં શરમાવું જોઈએ. પણ ઈશ્વર તા હંમેશાં આપણા દરેક કૃત્યને જુએ છે, વિચારને જાણે છે. એટલે એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે તેનાથી છાનાં કઈ કામ કે વિચાર થઈ શકે. આમ જે હૃદયપૂર્વક પ્રાર્થના કરશે તે છેવટ ઈશ્વરમય જ થશે એટલે નિષ્પાપ થશે.” બીજા કાગળમાં : “ કાઈ મનુષ્ય કે વસ્તુને ઉદ્દેશીને પ્રાર્થના થઈ શકે છે, તેનું પરિણામ પણ આવે. પણ એવા ઉદેશ વિનાની પ્રાર્થના આત્માને અને જગતને વધારે કલ્યાણકારી હોવાનો સંભવ છે. પ્રાર્થનાની અસર પોતાના ઉપર થાય છે, એટલે કે તેથી અંતરાત્મા વધારે જાગ્રત થાય છે અને જેમ જાગૃતિ વધે તેમ તેની અસરના વિસ્તાર વધતો જાય છે. ઉપર હદયને વિષે લખ્યું તે અહીં લાગુ પડે છે. પ્રાર્થના હૃદયનો વિષય છે. માઢેથી બાલવું વગેરે ક્રિયાઓ હૃદયને જાગ્રત કરવા સારુ છે. વ્યાપક શક્તિ જે બહાર છે તે જ અંદર છે અને તેટલી જ વ્યાપક છે. તેને શરીરને અંતરાય નથી. અંતરાય આપણે પેદા કરીએ છીએ. પ્રાર્થના વડે એ અંતરાય દૂર થાય છે. પ્રાર્થનાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થયું કે નહીં તેની આપણને ખબર નથી પડતી. હું નર્મદાની મુક્તિને સારુ પ્રાર્થના કરું ને તે દુ:ખમુક્ત થઈ તેથી તે મારી પ્રાર્થનાનું ફળ છે એમ મારે માની ન લેવું જોઈએ. પ્રાર્થના નિષ્ફળ નથી જ જતી પણ કયું ફળ આપે છે તેની આપણને ખબર નથી પડતી. વળી આપણું ધારેલું કુળ ઊતરે એટલે તે સારું જ એમ પણ ન માનવું ઘટે. અહીં પણ ગીતાબેાધનો અમલ કરવાનો છે. પ્રાર્થના

Gandhi Heritage Portal

૨૯૭