પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ખાટા ઉછેરનું પરિણામ છે. જ્યારે ઘરમાં સ્ત્રી ન હોય ત્યારે ઘરને સુઘડ અને સ્વચ્છ ન રાખી શકે એટલે આળસુ પુરુષ શા માટે હોવા જોઈએ ? તે જ પ્રમાણે પુરુષરક્ષકને અભાવે સ્ત્રી શા માટે રાંકડી બની જવી જોઈએ ? આ વિલક્ષણતાનું કારણ મને એ લાગે છે કે સ્ત્રી પ્રથમ ઘરકામ માટે જ લાયક છે અને તેણે એટલા સુંવાળા રહેવું જોઈએ કે તેને હમેશાં રક્ષણની જરૂર પડે એમ માનવાની આપણને ટેવ પડી ગઈ છે. અમે આશ્રમમાં જુદું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કામ ખૂબ જ અઘરું છે. પણ એ કરવા જેવું છે જ.” એક બંગાળીએ લાંબા કાગળ લખી ભાષણ આપ્યું હતું કે આ લોકો જે અસહ્ય દુ:ખા ખમી રહ્યા છે તેની જવાબદારી તમારા જેવા નેતાઓને શિર છે. એને બાપુએ લખ્યું : "I thank you for your letter. You know it is not open to me to argue about matters political. But I can heartily endorse your remark that all the leaders must bear the consequences of their actions." | * તમારા પુત્ર માટે આભાર. તમે જાણો છો કે રાજદ્વારી બાબતો વિષે હું ચર્ચા કરી શકું નહીં. પરંતુ તમારી એ ટીકા મને માન્ય છે કે પોતાનાં કામનાં પરિણામની જવાબદારી દરેક નેતાને શિર છે જ.” આજે કલેટન આવ્યા હતા. બાલવે બહુ મીઠા. મહાત્મા ! અને સરદાર સાહેબ ! વિના એક વાકય ન બોલે. મિસિસ નાયડુ માટે ૨૧-૭- રૂ ૨ પોતાની સ્ત્રીના તરફથી ફૂલ લાવેલો. બાપુને પણ પોતાના - બટનના ગાજમાં બેસેલાં કૂલમાંથી એક આપી ગયા ! કહે કે હું સેમ્યુઅલ હાર હોઉં તો મોડરેટને કહ્યું : વારુ, તમારે કાંઈ ન જોઈતું હોય તો મારે કશું નથી આપવું. અનેક બાબતોના ગપાટા માર્યા. હવાનાથી તમાકુનું બી અહીં આવે છે અને સરસ તમાકુની સિગરેટ અહીં બને છે. એમ ખબર આપતા હતા. બાપુને પૂછે : Is smoking a wice? (બીડી પીવી એ દુર્વ્યસન છે ? ) બાપુ હસ્યા અને કહ્યું: It is a bad habit.” (એ એક કુટેવ છે.) એટલે પેલો કહે : No, n૦, It keeps you away from mischief as the Charkha keeps you away. When I come to Jail and don't smoke - as I don'tI have a bad day, losing my temper and feeling out of ૨૯૯

Gandhi Heritage Portal

૨૯૯