પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તરફ પોતાના હાથ લંબાવી ઊભેલાં અને પોતાનાં અગણિત પાંદડાંના સરસરાહટથી સવારની પ્રાર્થનામાં ભળતાં ભવ્ય વૃક્ષ; - આ બધું જોઈ માણસ પોતાની જાતને ભૂલી જાય છે અને સમસ્ત કુદરતની સાથે એકતાના તાનમાં તેનું હૃદય ધબકવા લાગે છે.” એ તો પાછી કવિ અને ચિત્રકાર છે ના ! કાઉન્ટ કૈસરલિંગની પ્રવાસ ડાયરી પૂરી કરી. મહા વિચિત્ર માણસ છે. મને લાગે છે કે જે માણસ નફકરો હાઈ બેઠો બેઠો નફકરા વિચાર કર્યા કરે એ આવા હોય. એણે દરેક વસ્તુમાંથી સદે શ કાઢવાનું વ્રત લીધું હોય તો જુદી વાત છે. પણ દરેક વસ્તુને એના સંગાને લાયક કરવાને તેને બચાવ કરવાનું માથે લીધું છે, એ બેહૂદું લાગે છે. એટલે હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને પણ બચાવ; અને ચીનાઓના સર્વભક્ષી પણાનો અને જુગારનો પણ કેવળ બચાવ નહી’ પણ એમાં સુંદરતાનું આરોપણ કરવું; અને તેમ જ જપાનની વસ્યાસહિષ્ણુતાને ! કહે છે કે પવિત્રતાની બુતપરસ્તી શા સારુ કરવી જોઈ એ ? પોતાના ભાઈને દેશને માટે લડવા માઢવા ખાતર બહેન પિતાની પવિત્રતાને વેચે એમાં શું ખોટું ? આમ છતાં એ માણસમાં કેટલાક ડહાપણભરેલા વિચારો છે, કેટલુંક દીર્ઘ અવલોકન છે, કેટલુંક સૂક્ષ્મ નિરીક્ષણ પણ છે. એની યોગીની વ્યાખ્યા સરસ છે: "A mystic is a contemplative man, whose life emanates from within, who lives in the essence of things and for that essence alone, whose consciousness has taken root in Atman, and who accordingly is completely truthful and pours out his inmost being without any inhibition. Such a man cannot deny any expression of life." - 4 યોગી ધ્યાનમગ્ન હોય છે. તેના જીવનને પ્રવાહ અંતરમાં વહે છે. કેવળ તત્ત્વને પામવા જ તે જીવે છે. અને એ માટે તે સદા આત્મામાં જ રમમાણ રહે છે. તેથી તે સંપૂર્ણ સત્યપરાયણ હોય છે. કોઈ પણ જાતના પ્રતિબંધ વિના પોતાના અંતરાત્માને જે સાચું લાગે તે એ કહે છે. આવો માણસ જીવનવિકાસના કોઈ પણ અંગને નિષેધ કરતા નથી.” "Not a single sage of India, not even Buddha, has opposed popular belief in gods. Most of them, above all Shankara, the founder of radical monism, subscribed to this belief themselves. They were so conscious, on the one ૩૦૧

Gandhi Heritage Portal

૩૦૧