પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શકાય છે કે શિક્ષણસંસ્થાઓના અભ્યાસક્રમમાં આ વિષય હંજી કેમ દાખલ કરવામાં નથી આવ્યા તેનું મને આશ્ચર્ય થાય છે. જીવનનાં સઘળાં અળાની શક્તિ વધારવા માટે તેમની એકાગ્રતા વધારવી જાઈ એ એમાં શંકા નથી. એકાગ્રતા એ તમામ પ્રગતિનો શાસ્ત્રીય પામે છે. . . . યોગાભ્યાસનું બીજું મહત્ત્વ એ છે કે તે ચિત્તને ગમે તેમ ભટકતાં રોકે છે. કોઈ પણ કાજલ પ્રવૃત્તિથી શક્તિનો બગાડ થાય છે. . . , સધળાં શક્તિશાળી માણસાનું મુખ્ય લક્ષણ એ જોવામાં આવે છે કે તેઓ રઘવાયાં નથી હતાં. તેઓ મનને સ્વેચ્છાએ કોઈ પણ પ્રવૃત્તિમાંથી ખેંચી શકે છે, અને કોઈ પણ પ્રવૃત્તિમાં જોડી શકે છે. નબળાં મનવાળાં કરતાં મજબૂત મનવાળાં માણસા એક જ પ્રશ્ન ઉપર સતત ધ્યાન આપી શકે છે. . . . થોડા વખત પણ નિયમિત રીતે ધ્યાનમાં ગાળવા એ આપણા આંતરિક વિકાસ માટે માન્યામાં ન આવે એટલું મહત્ત્વનું છે. સવારમાં થોડી મિનિટ એકાગ્રતાથી ધ્યાન કરવું, એ કાઈ પ્રવૃત્તિમાં ચિત્ત પરાવવાની સખત તાલીમ કરતાં પણ વધારે પરિણામદાયી છે. પ્રાર્થનાથી મનોબળ વધે છે તે પણ આ ઉપરથી સમજાય છે.” પણ સિદ્ધિના એણે સખ્ત નિષેધ કર્યો છે અને કહ્યું છે કે : "Every diseased condition is an absolute evil. ... The teachers of antiquity put down as an essential condition prior to accepting a pupil, that he should have perfect health, an irreproachable nervous system and a robust moral nature. ... The Yogi is essentially healthy, he is the unquestioned master of his nerves, he is always in equilibrium, and normal in every way.... The Indian Yogi is an enemy of castigation, he never mortifies the flesh. f% રોગી દશા એ તો એકદમ અનિષ્ટ જ છે. . . . પ્રાચીન કાળના ગુરુએ શિષ્યને સ્વીકારતાં પહેલાં એક ખાસ શરત મૂકતા કે તેનું શરીર તદ્દન નીરોગી હોવું જોઈ એ, તેનાં જ્ઞાનતંતુનું તંત્ર દોષરહિત હોવું જોઈએ, અને તેનામાં દઢ નીતિભાવના હોવી જોઈ એ. . . . યેગી પૂરેપૂરા નીરાગી. હોવા જોઈએ, પોતાની ઇંદ્રિ યે અને જ્ઞાનતંતુઓ ઉપર તેનો પૂરા કાબૂ હોવા જોઈએ, તે હમેશાં સમત્વવાળા હોવા જોઈએ, અને બધી બાબતોમાં વિવેકયુક્ત હોવી જોઈ એ. ‘હિંદી યોગી દેહદંડના દુશ્મન છે. તે કદી દેહદમન કરતા નથી.” ૩૦૬

Gandhi Heritage Portal

૩૦૪