પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ચીનનું ચિત્ર સરસ આપ્યું છે અને ચીનાઓની ખાસિયતો પણ. ચીનની સંસ્કૃતિ ઉપર બે શ્રેની ભારે અસર થઈ છે : "The Book of Reverence and the Book of Rites. Reverence med reverence before that which is above us, that which is below us, and that which is like us; indeed, reverence before everything which exists, appears to this outlook as the very basis ot all virtue and all wisdom. And that is really what it is. One only does justice to that which one takes absolutely seriously. For this reason politeness is not something essentially external, but the most elemental expression of morality. Whereas virtue and kindness may not be fairly demanded of every body, the formal acceptance of another personality can be demanded. This gives its profound acceptance to courtesy." ૮૮ ધર્મ અથવા સદાચારનો ગ્રંથ અને વિનય અથવા શિષ્ટાચારનો ગ્રંથ. ધર્મ અથવા સદાચાર : જે આપણાથી ઉપર છે, આપણાથી નીચે છે અને આપણા જેવું છે એ સર્વની પ્રત્યે પૂજ્યભાવ. જે હસ્તી ધરાવે છે તે સૌની પ્રત્યે પૂજ્યભાવ. આ દૃષ્ટિએ પૂજ્યભાવ તમામ સદ્ગુણ અને તમામ જ્ઞાનના મૂળ પાયો છે. એ જ વાત બરાબર છે. જે વસ્તુ પ્રત્યે આપણે આદરપૂર્વક જોઈ એ તેને જ આપણે ન્યાય આપી શકીએ છીએ. તેથી સભ્યતા અથવા વિનય એ મુખ્યત્વે બાહ્ય વસ્તુ નથી, પણ નીતિના મૂળમાં રહેલી વસ્તુ છે. આપણે દરેક માણસ પાસેથી સગુણ અને માયાળુપણાની આશા ન રાખી શકીએ, પણ સામા માણસ પ્રત્યે આદર અથવા એના વ્યક્તિત્વના સ્વીકાર એટલાની આશા તો સૌ પાસે રાખી શકાય. દરેક માણસે સભ્ય હોવું જ જોઈ એ તેનું આ સબળ કારણ છે.” આનું નામ આદર, એ જ સહિષ્ણુતાનું મૂળ છે - એ જ વરતુ . બાપુનામાં પદે પદે જોઉં છું, અને ભાગ્યે જ બીજા કેાઈનામાં જોઉં છું. "The Book of Rites, asserts that man can only become inwardly perfect if he expresses himself perfectly outwardly. This is the reason why the Chinamen has a fundamental sense of etiquette. The marvellous courtesy to be seen in China is the flower of confucianism." a “ શિષ્ટાચારના ગ્રંથ કહે છે કે માણસનું બાહ્ય વતન અણિશુદ્ધ હોય તે જ તે અંતરની પૂર્ણતા મેળવી શકે છે, તેથી જ ચીનવાસીમાં શિષ્ટાચારની

Gandhi Heritage Portal

૩૦૯