પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મેં ૧૧મીએ લખેલો કાગળ તે ૧૪મીએ પાસ્ટ થયો કહેવાય છે પણ આશ્રમમાં ૧૮મી સુધી મળ્યા નથી. પણ કેદ કોને કહેવાય ? અને રશિયન જેલના અનુભવીઓનાં વર્ણન અપટન સિંકલેરે જે ભેગાં કર્યો છે તે વાંચીને તો એમ થાય છે કે આ તે જેલ શેની ? આપણે ત્યાં તો કશાં દુ:ખ જ નથી. વલ્લભભાઈનું સંસ્કૃત સરસ ચાલી રહ્યું છે. એમની સરલતાનો કંઈ પાર નથી. મને પૂછે : “ મહાદેવ, આ વિભક્તિ શું ? અને તૃપ: કહેવાય તે રાગ: કેમ નહીં અને વિદ્વાન: કેમ નહીં ? ” પણ આજે જ્યારે બ્રહ્મચંય ઉપરના મહાભારતના શ્લોકા આવ્યા ત્યારે ઘડીકવાર એ પણ સ્તબ્ધ થઈ ગયા. મે બાપુને કહ્યું : ૮૯ સંસ્કૃત ભાષાનું સંગીત બીજી કોઈ ભાષામાં નહીં હોય અને એમાં બ્રહ્મચર્ય વિષે જે લખાયું છે તે પણ બીજા એકે સાહિત્યમાં નહીં હોય.” બાપુ કહે : 66 સંગીત વિષે તો કંઈ ન કહેવાય, ગ્રીક-લેટિનમાં હશે પણ; પણ બ્રહ્મચર્ય અને સત્યને વિષે તો ભાગ્યે જ બીજા કોઈ સાહિત્યમાં સંસ્કૃતની બરોબરી કરે એવું હશે.” આ રહ્યા એ શ્લોકા (અનુશાસન પર્વમાંથી): न तपस्तप अित्याहुब्रह्मचर्य तपोत्तमम् अधरेता भवेद्यस्तु स देवो न तु मानुषः ॥ आजन्ममरणाद्यस्तु ब्रह्मचारी भवेदिह न तस्य किंचिदप्राप्यमिति विद्धि नराधिप । पंचविंशतिपर्यंत ब्रह्मचर्य समाचरेत् । गुणवाछाक्तसंपन्नःयुस्तु भविष्यति ॥ कायेन मनसा वाचा सर्वावस्थासु सर्वदा सर्वत्र मैथुनत्यागो ब्रह्मचर्य विधीयते ॥ यदीच्छसि वशीकतु जगदेकेन कर्मणा सुदु. तन्द्रियग्राम बलाच्छोम्र निवारय । આજે બાપુ છગનલાલ જોષી, શું કર અને ડૉ. મુકુદને મળ્યા. બાપુએ કહ્યું કે : “ છગનલાલે એક ખબર બહુ સારા આપ્યા કે ૨ -૭–'રૂર હવે એ પડાણ યુવાનો કેગ્રેસ તરફથી આવ્યા છે. ' અને એ પણ પેલાં તોફાન ચાલતાં હતાં ત્યારે. એ લકે બહુ સારા માણસો છે અને એમણે બહુ સારી છાપ પાડી છે, એણે બીજા ખબર આપ્યા કે રામદાસ બહુ ઉદાસ રહે છે, કારણ એની ઉપર ટૂથ પાઉડર આપે તેમાં એલચી આવી. એને તો તુરત નાશ કર્યો, પણ એની ગમગીની જતી નથી.” બાપુએ પૂછયું: ‘નાશ તો કર્યો પણ ૩૧૮

Gandhi Heritage Portal

૩૧૮