પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ અમલદારાને ખબર આપી ? ” છગનલાલ કહેઃ “ ના, એ ખબર તો નથી આપી.” બાપુએ પોતે જ બધી વાત સુપરિન્ટેન્ડન્ટને કહી. તે જ દિવસે કાકે હિગ્વાષ્ટ્રકમાં મરચાં મંગાવ્યાં હતાં, એટલે બાપુ કડે: ‘ કોઈના શું વાંક ? મારું ઘર જ ફરેલું છેને, જુઓને ? એમાં રામદાસના તો વાંક નથી જ, પણ એને મોકલનારના તો ખરા જ.' સુપરિન્ટેન્ડન્ટ કહે : ૪૮ એમાં કાંઈ નહી, રામદાસે દિલગીર થવાનું કંઈ જ કારણ નથી.” | મીરાબહેન કાશીમાં માંદાં પડયાં છે એવા એને પોસ્ટકાડ હતા. એના કાગળમાં એને મળતી અપાર સેવાનો ઉલ્લેખ હતા. એને કાગળ લખ્યા : "We never know when we commit a breach of the laws that govern the body. And in nature as in human law ignorance is no excuse. Your fever therefore does not surprise me. I expect that the energetic remedy adopted by you checked the progress of malaria. Yes, at such times the services of friends become a boon and induce an early recovery. I know what lavish care is bestowed upon guests in Shiva Prasad Babu's home. I am glad you are having these sweet experiences. It makes attacks such as you had not only bearable but even a prize visitation in that they enable one to understand human nature at its best. And when it acts equally towards all and in all circumstances, it approaches the divine." શરીરને લગતા કાયદાને આપણે ક્યારે ભગ કરીએ છીએ તેની આપણને ખબર પડતી નથી. અને મનુષ્યકૃત કાયદાની બાબતમાં જેવા સિદ્ધાંત છે તેવો જ કુદરતના કાનૂનની બાબતમાં પણ સિદ્ધાંત છે કે અજ્ઞાન એ કાંઈ બચાવ નથી. એટલે તને તાવ આવ્યા છે. તેનું મને આશ્ચર્ય થતું નથી. તે ચાંપતા ઉપાયો લીધા તેથી મલેરિયાનું જોર અટકી ગયું. આ વખતે મિત્રોની સેવા વરદાન સમાન થઈ પડે છે અને તેને લીધે જલદી સાજા પણ થઈ જવાય છે. શિવપ્રસાદબાબુના ઘરમાં કેવી સુંદર મહેમાનગીરી થાય છે તે હું જાણું છું. આ મીડા અનુભવો તને થાય છે તેથી હું રાજી થાઉં છું. એને લીધે આવી માંદગી સહ્ય થાય છે એટલું જ નહીં પણ તેમાં માનવસ્વભાવની ઉત્તમ બાજુનો અનુભવ મળતા હોઈ એ એક આશીર્વાદ પણ બને છે. બધા જ સંજોગોમાં બધાને આવો અનુભવ સમાનભાવે થાય ત્યારે તો એ દિવ્યતાની નજીક પહોંચે છે.” ૩૧૯

Gandhi Heritage Portal

૩૧૯