પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કાલે રાત્રે બાપુને પૂછ્યું હતું કે બિરલાએ જે નિવેદન બહાર પાડ્યું છે તે પૂરતું છે ? બાપુ કહે : “ ના, પૂરતું નથી. કારણું ૨૨-૭-'રૂ ર એને જે સવાલ પૂછવામાં આવ્યા છે તેનો જવાબ નથી. એણે એમ કહ્યું કે અમે Consultative Committee (મસલત સમિતિ )માંથી અસહકાર કર્યો છે; પણ તેથી લિબરલાના ઠરાવમાં સહી કેમ ન કરી તે સ્પષ્ટ નથી થતું. સંભવ છે કે તેમણે લિબરલેના કરતાં સહકારની આકરી શરતો કરી હોય અને તે લિબરલાએ ન સ્વીકારી હાય. બીજું હારની સાથે એ પત્રવ્યવહાર ચલાવી રહ્યા છે, એને પણ જવાબ નથી.” આજે સર પુરુષોત્તમદાસનું નિવેદન એના પોતાના તરફથી તો બાપુએ આગાહી કરેલી તે જ વાત પ્રગટ કરે છે. એની શરતો લિબરલેના કરતાં વધારે હતી. ગાળમેજીની પદ્ધતિ પાછી સજીવન કરવામાં આવે એટલાથી એમને સંતોષ થાય એમ નહોતું. અને વિલાયતથી આવ્યા પછી એણે હારને એક કાગળ લખ્યો નથી. મેજર ભંડારીએ છગનલાલ જોષી અને ગંગાબહેનને મારી મુલાકાત લેવા દઈશ એમ કહેલું, છતાં કાલે સાંજે એ લોકો આવ્યાં ૨૩–૭'રૂર ત્યારે એમને ના પાડી ! કારણ એ કે એ બન્ને જણાં કાર્યકર્તા છે અને એને મને મળવા દેવાનો ડર લાગ્યો. અને કાયદો તો મોજૂદ હતો જ કે સગા સિવાય બીજા કોઈને મળવા દેવાય નહી ! છગનલાલ જોષી આગલે જ દિવસે બાપુને મળી ગયા હતા તેમાં કશું જોખમ નહોતું, પણ મને મળવા દેવામાં જોખમ લાગ્યું. બિશપ ફિશરનું The Thin Little Man Gandhi (નાના પાતળા પુરુષગાંધી ) પુસ્તક આવેલુ તે પણ એણે ડરીને ન આપ્યું અને સરકારને મોકલ્યું. મને લાગે છે કે એ તો ઠીક જ કર્યું, કારણ એ વાંચી જાત તો પણ ડરીને ન આપત અને સરકારમાં કાક ડાહ્યો માણસ હશે તો તે વાંચીને એ પુસ્તક નિર્દોષ ઠરાવીને આપવાનો સંભવ છે. રાત્રે સૂતી વખતે બાપુ કહે : “૬ વલભભાઈ, આ ગુજરાતી કાગળાને વિષે આપણે કડવા ઘૂંટડે પી રહ્યા છીએ એ ખબર છેના ? ” વલ્લભભાઈ: * શી રીતે ? ” બાપુ : “ અંગ્રેજી કાગળો તો તરત મોકલી શકાય પણ ગુજરાતીની તો મુશ્કેલી રહેશે. એટલે એ લેકામાં આપણા માણસના અવિશ્વાસ છે એ મને ભારે અપમાનભર્યું લાગે છે. એ કાગળનું તો ભાષાન્તર થાય અને એ લોકો પાસ કરે ત્યારે જ જઈ શકે, એટલે એ લાકામાં કોઈ ગુજરાતી જાણનાર એવા ન મળે કે જેનો એને વિશ્વાસ ૨૦

Gandhi Heritage Portal

૩૨૦