પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હોય ! એ ભયંકર વસ્તુ છે. એટલે એ બાબતમાં લડાઈ કરવી જોઈએ. લડાઈ એ કે આપણે એને કહેવું કે એ શરતે અમે કાગળ નહીં લખીએ.” વલ્લભભાઈ : “ એ લોકો તો નાગા છે. કહેશે કે ભલે ન લખે તેમાં આપણે શું?” બાપુ: “ તેનું કાંઈ નહીં.” મેં કહ્યું: “ એ તો બરાબર છે; એ લોકો શું કહે છે, એના ઉપર કશી અસર થાય કે નહીં, એનો વિચાર કરવાની જરૂર નથી, પણ આ બાબત અને મીરાબહેનની બાબત એકસરખી નથી. ત્યાં તો એક જીવન્ત સિદ્ધાંત રહેલ હતા, અડી' મને રહેલો નથી લાગતો. અહીં તો એ લોકો કહે છે કે અંગ્રેજીમાં લખ્યા હશે તો તરત જશે. પણ તમે અંગ્રેજીમાં ન લુખા તો ભલે, તો અમારે તપાસાવવા જોઈશે. જે એ લોકો એમ આગ્રહ કરે કે તમારે એ કાગળા અંગ્રેજીમાં લખવા જોઈએ તા તો એ ન જ કરી શકાય.” બાપુ કહે “ આડકતરી રીતે એ કહે જ છે કે અંગ્રેજીમાં લખે.' મેં કહ્યું : “ મને લાગે છે. કે તમે જે દોષની ફરિયાદ કરી છેએ દોષ આ પ્રથાના મૂળમાં રહેલા છે.” બાપુ કહે : “ હા એ છે, પણ તેથી તે નભાવી લેવા જોઈ એ શા માટે ? આપણા સ્વાર્થને માટે ? સવારે ગઈ રાત્રે ચચેલું પ્રકરણ પાછું ચાલતાં ચાલતાં ઉપાડયું', વલ્લભભાઈનો અભિપ્રાય પૂછવ્યો. વલ્લભભાઈ કહે : “ આમ ૨૪-૭–' રૂ ૨ કાગળો લખ્યા કરવા પડે તેના કરતાં બંધ કરી દેવું એ સારું. એ લોકોને તો કોઈને એની અસર નથી જ થવાની.” બાપુ: * અસર નથી થવાની તેની પરવા નથી. જોકે અસર છેવટે થયા વિના નહીં રહે.” મારો અભિપ્રાય પાછી પૂછળ્યો. મે કહ્યું : « જે અંગ્રેજી કાગળા એ લોકો પાસે એ આપણે સ્વીકારીએ ( એટલે કે આપણા વિશ્વાસ ન રાખીને આપણા કાગળો જોવા માગે એ સ્વીકારીએ ). તો ગુજરાતીનું ભાષાન્તર કરે એ કેમ ન સ્વીકારીએ? એરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસનું કામ કોગળાનું ભાષાંતર કરવાનું છે, અભિપ્રાય આપવાનું નથી.” બાપુ કડું: ‘ એ વાત બરાબર છે. પણ હું કયાં કહું છું કે ઓફિસનો અભિપ્રાય લે ? પણ એમણે એક પોતાના વિશ્વાસુ અમલદારને માલાવીને આ કાગળ જોવડાવી લેવા જોઈએ. અને જેમ અંગ્રેજી પાસ કરે તેવી જ રીતે એ પાસ કરીને મોકલી દેવા જોઈએ. આ તો એને એ અમલદારાના પણ વિશ્વાસ નથી, એટલે બધાનું ભાષાંતર કરાવીને તે જોવા છે. એ ભારે અપમાનજનક લાગે છે. જનરલ બાથા તે અંગ્રેજી જાણતા હતા, તેને તો સ્વાર્થ હતા. છતાં એ કહે : ના, હું તો ડચમાં જ વાત કરીશ. ૩૨૧

Gandhi Heritage Portal

૩૨૧