પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એને ડચમાં વાત કરવાની દક્ષિણ આફ્રિકાથી કોઈએ સલાહ નહોતી આપી, પણ એને આપોઆપ એ સૂ કી ગયું. એમ આપણને એ સૂઝી જવું જોઈએ. એ કાગળે લુખ્યા વિના ન ચાલે એમ નથી. એ કાગળો લખવા જ એ ધર્મ નથી. એમાં આત્મસંતોષ છે, બીજા એને આશ્વાસન છે. પણ એમાં આપણી ભાષાની વગેવગી થતી હોય અને આપણા માણસને અવિશ્વાસ જણાઈ જતા હોય તો એ બંધ કરવા એ બરાબર છે. અને એ ભયાનક નથી લાગતું કે કોઈ માણસ મરી જતો હોય, તેને મે કાગળ લખ્યું હોય, તે કાગળ માટે ઝંખતા હોય, અને અડી' એ પસાર થઈ જાય તે પહેલાં તે મરી ગયો હોય ? એ લોકો એમ કહે કે અમારી ઓફિસના સ્ટાફ ઓછા છે, અમારાથી પહોંચી વળાતું નથી તે સમજી શકાય. પણ આ તો એ દાઈ વિશ્વાસપાત્ર માણસ ઉપર છોડવાને બદલે પોતે જેવું છે. મને તો આ સુપરિન્ટેન્ડન્ટ, અને જેલર ઉપર અવિશ્વાસને વિષે પણ ચીડ ચડે છે. પણ એ લાકોમાં જ દેવત નથી ત્યાં આપણે શું કરીએ ?” ૧૯લભભાઈ ને કહે : “ તમે સંસ્કૃતમાં શ્રેય અને પ્રેય વિષે શીખશા. આ સવાલમાં પ્રેય બતાવે છે કે આપણે કાગળ લખ્યાં કરવા, શ્રેય કહે છે કે એનો ત્યાગ કરવો.” આજે આશ્રમની ટપાલમાં ૧૯ કાગળ મોકલ્યા પણ બધાને નોટિસ આપી કે કાગળા ગમે ત્યારે બંધ થાય તો તેથી ચિંતા ન કરવી. એનાસક્તિનું એ જ લક્ષણ છે. પ્રભુદાસને સત્ય અને ઈશ્વર વિષે લખ્યું : ‘‘સત્ય વિષે મારે કહેવાપણું નથી. ઈશ્વરની વ્યાખ્યા મુશ્કેલ છે. સત્યની વ્યાખ્યા તો સહુના હૃદયમાં રહેલી છે. તું જેને અત્યારે સાચું માને તે સત્ય અને તે જ તારા પરમેશ્વર. આ સ્વહિપત સત્યની આરાધના કરતાં મનુષ્ય અંતિમ શુદ્ધ સત્યને પડૉચે જ. અને તે જ પરમાત્મા છે. હમણાં હું વેદનું દોહન વાંચી રહ્યો છું. તેમાં પણ એ જ છે. મારી દૃષ્ટિએ તો જ્યાં લગી આપણને સાચું જીવન જીવતાં ન આવડે ત્યાં લગી બધું વાચન ફાગટે છે. સાચા જીવનમાં કત્રિમતાને તે સ્થાન જ નથી. સત્યનો પૂજારી જેવા છે તેવા જ દેખાશે. તેના વિચાર, વાણી ને કાર્ય માં એય હશે, ઈશ્વરને સત્યરૂપે જાણવાથી આ કેળવણી વડેલી મળે છે. આવું સત્યમયે જીવન કેળવવા સારુ બહુ પોથીઓ ઉથલાવવી નથી પડતી, પણ આખી બાજી આપણા હાથમાં આવી જાય છે, हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितमुख, तत्त्वं पूषन्नपावृणु, सत्यधर्माय दृष्टये । सा મંત્રના વિચૌર કરજે.” પુરાતનને : “ મારી ચેતવણી તમને પ્રશ્ન કરતા રોકવા સારુ ન હતી પણ અંતમુખ થવા સારુ હતી. મુખ્ય વસ્તુ જાણ્યા પછી ઉપવસ્તુના ઉકેલ કરતાં આપણને આવડવું જોઈ એ. ન આવડે ત્યાં લગી

Gandhi Heritage Portal

૩૨૨