પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

લોકો માત્ર ધાતી પહેરતા હતા અને ઉધાડે શરીરે રહેતા હતા. અનાર્ય મનાય છે એ તો એવા હતા જ. આથી આર્યોએ સૂતર કાંતવાની ક્રિયાને વેગ દેવાને માટે, કાંતવાનું સરસ કરવાને માટે, અને એ પવિત્ર ઉદ્યોગ છે એમ સિદ્ધ કરવાને માટે જનરૂપી ચિહ્ન આર્યોને માટે ગ્રહણ કર્યું. આ કથનને માટે મારી પાસે કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. કેવળ મારું અનુમાન છે. આજે આર્ય-અનાર્યમાં કોઈ ભેદ નથી રહ્યો અને ન રહેવી જોઈ એ. બંને જાતિના સંકર હજારો વર્ષ પહેલાં થયા હતા અને આજકાલના લેકે એ જ સંકરમાંથી પેદા થયેલા છે. જે કાઈ જઈ પહેરે તો સૌને પહેરવાનો અધિકાર હોવા જોઈએ. એવા પ્રયત્નમાં હું કેાઈ અર્થ જોતા નથી. આ કારણથી મેં જનાઈ નો ત્યાગ કર્યા પછી પાછું પહેરવાની ચેષ્ટા નથી કરી કે ઈચછા પણ નથી કરી. અને જ્યાં સુધી જનાઈથી ઉચ્ચનીચના ભેદ પેદા થયા હોવાનો સંભવ છે ત્યાં સુધી તો એ ત્યાજ્ય જ ફરે છે. ગૌરીપ્રસાદને તે હું કહું કે એ જતાઈ ના મેહ છોડી દે. જનેાઈ બ્રહ્મચારીની નિશાની છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે તો એ ઉત્તમ જનોઈ છે. સૂતરના ધાગાનું શું પ્રયોજન ? ' કાકાને આકાશદર્શન વિષે લખતાં : “ મારા રસ જુદા જ પ્રકારના છે. આકાશને નિહાળતાં જે અનંતતાને, સ્વચ્છતાના, નિયમનના, ભવ્યતાના ખ્યાલ આવે છે એ આપણને શુદ્ધ કરે છે. ગ્રહોને અને તારાઓને પહોંચી શકીએ અને ત્યાં પણ ભલે કદાચ પૃથ્વીના સારાનરસાનો અનુભવ થાય છે તેવા થાય, પણ દૂરથી તેમાં જે સૌદર્ય રહેલું છે અને ત્યાંથી જે શીતળતા છુટી રહી છે તેની શાંત અસર પડે છે, તે મને અલૌકિક લાગે છે. અને આકાશની સાથે આપણું અનુસંધાન કરીએ, એટલે આપણે ગમે ત્યાં બેઠા હોઈ એ તેની કાંઈ હરકત ન રહી. એ તો ઘેર બેઠાં ગંગા આવ્યા જેવું થયું. આ બધા વિચારીએ મને આકાશદર્શન કરી મૂકયો છે. અને તેથી મારા સંતાપ પૂરતું જ્ઞાન મેળવી રહ્યો છું.” વલ્લભભાઈના તળપદા વિાદ કોક વાર તીરગે ચાલે છે. મેજર e મહેતા બિચારા પૂછે છે : એટાવામાં શું થશે ? એટલે ૨૬-૭-૨ ૨ વલ્લભભાઈ કહે : “ નાહકના એટાવા સુધી ગયા છે ! અહીં ઍડિનન્સથી જે જોઈ એ તે કરી લે. પછી ત્યાં સુધી શા સારુ જવું પડે !” પેલા બિચારા દિમૂઢ થઈ ગયે. આજે ડૉઈલને પત્રવ્યવહાર વિષે કાગળ લખીને મોકલ્યા. પણ સુપરિન્ટેન્ડન્ટ સાહુબ જ ડરી ગયા અને કહે : ના ભાઈસાહેબ, આવો કાગળ ન મેકલે. ૩૨૪

Gandhi Heritage Portal

૩૨૪