પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એનો અર્થ કદાચ એવા થશે કે અહીંના હિંદી અમલદારાએ તમારી આગળ ફરિયાદ કરી છે. એટલે કાલ સુધી તો કાગળ મુલતવી રહ્યો છે. ડરનું માનસ અજબ છે. માણસને ટટાર ઊભો કરવા માગીએ તો ઊભા થવાની ના પાડે છે. . . .એ પાછી સંતતિનિયમન વિષે દલીલ કરી : * એમાંથી માઠાં પરિણામો આવવાનો સંભવ છે, એમાંથી શક્તિને પણ હાલ થાય છે. પણ અમુક સંતતિ અટકાવવાની જ જરૂર હોય – નબળી કે રોગવાળી –તો શું કરવું ? ” બાપુએ એને લખ્યું : “ સંતતિનિયમન વિષે તો મારું મન વિરોધ જ કર્યા કરે છે. પ્રાચીન વિચાર અજાણી રીતે મારી ઉપર અસર કરતા હોય એ સંભવે ખરું, પણ જે કારણોને લઈને હું વિરાધ કરું છું એ કારણે આજે મેજૂદ છે, એટલે કે સંતતિનિયમનથી થતી ભારે હાનિ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. નવીન પ્રજા ઉત્પન્ન થતી રોકવાને સાર કૃત્રિમ ઉપાય ચોજવા જતાં જે આજે સબળા જેવા છે તે પણ નબળા થઈ જવાને સ ભવ છે. સંતતિનિયમનની પાછળ રહેલી આખી વિચારશ્રેણી જ ભર્યા કરે છે અને ભૂલભરેલી છે. સંતતિનિયમનનું સમર્થન કરનારા એમ માને છે કે જનનેન્દ્રિયને સતાવવાને મનુષ્યને અધિકાર છે, એટલું જ નહી પણ ધર્મ છે, અને તેનું પાલન ન કરે તો જીવનવિકાસ ઓછો થાય. મને તો આ વિચારમાં બહુ દોષ લાગે છે. અનુભવમાં પણ હું તો એ દોષ જોયાં જ કરું છું. કૃત્રિમ ઉપાય લેનારની પાસેથી સંયમની આશા રાખવી વ્યર્થ છે. એ બાબતના સ યમ અશકર્યું છે એવું માનીને તે સંતતિનિયમનના ઉપચારોનો પ્રચાર થાય છે, અને જનનેન્દ્રિયનો સંયમ અશકય માનવ અથવા અનાવશ્યક અથવા હાનિકારક માનવા એ મારે મન ધમને ન માનવા જેવું છે. કેમ કે ધર્મની આખી રચના સંયમ ઉપર બંધાયેલી છે. નબળો પ્રજાની ઉત્પત્તિ રોકવાના સીધા, સડેલા અને નિર્દોષ ઘણા ઉપાય છે. તો તે લેવાનું છોડીને સંતતિનિયમન જેવી જોખમભરેલી વસ્તુનો ઉપયોગ કેમ કરી શકાય ? એમાં જોખમે રહેલાં છે એ તે લગભગ બધા કબૂલ કરે છે. એટલે જે રીતે એ વસ્તુનો વિચાર કરું છું તે રીતે મને તે એ ત્યાજ્ય લાગે છે. આટલું ફરી પાછું લખવાનું મન થઈ ગયું છે કેમ કે વિચાર કરવાની તારી પાસે અવકાશ છે અને આ વિષય અત્યંત ગંભીર હોવાથી એ તું ખૂબ છણી નાખે એ આવશ્યક છે. પછી ગમે તે નિર્ણય ઉપર આવ તેને વિષે મને ભય નથી; કેમ કે હું માનું છું કે છેવટે તારું નિખાલસપણું તને ઉગારી લેશે અથવા તો હું પોતે ભૂલ કરતા હોઈશ તો એ ભૂલને તું સુધારી શકીશ. જે સંતતિનિયમનનો ધમ તારી નજર આગળ પ્રત્યક્ષ થશે તે ૩૨૫

Gandhi Heritage Portal

૩૨૫