પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કહે : “ છૂટું ન શમનં ૩મસ્તિ.” અને કટ્ટર ટારીઓને કહે: “ એ તો બધા માતાથી લે છે.” આજે પૂછે : “ રાનઃ શનૈઃ એટલે શનિવારે ?” * * વમસિ” કેમ વાપર્યું અને વસ્ત્રાઉન' કેમ નહીં, એ સવાલના જવાબ તા રસ્કિન જેવા આપી શકે.” એમ બાપુએ કહ્યું. e ...ને બીજા વિવાહની ભલામણ કરી. “ આમ કરતાં તમે કાઈક દિવસ નિર્વિકાર બનશે. આજ તમારે સારુ તે અસંભવિત જેવું લાગે છે. તમારા ક્રોધનું કારણ પણ તે જ છે. તમારી સ્વાદેન્દ્રિય બળવાન લાગે છે. એમાં નવાઈ નથી. કેમ કે ક્રોધ, કામ, રસ ઈત્યાદિ સાથે જ ચાલે છે. તમે માનો છે કે તમે તમારા કામમાં ઓતપ્રેત છે. એ વિશે મને કા છે. આનો અર્થ એ નથી કે તમે બેદરકાર છે, પણ જે માણસ પોતાનાં કર્તવ્યમાં તન્મય છે તે વિકારવશ થઈ જ ન શકે. એટલી નવરાશ કક્યાંથી કાઢે? તમારી એ સ્થિતિ જ નથી. તમે કર્તવ્યપરાયણ થવામાં છેએ ચાખું છે; એમ તો તમે નિર્વિકાર પણ થવા મથે છે; પણ જેમ નિવિકાર નથી થયા તેમ કર્તવ્યમાં પણ તન્મય નથી થયા. કામ કરતાં પણ તમને વિકાર તો આવતા જ લાગે છે. મારી પોતાની કથા એવી સ્થિતિ ન હતી? મારા કામમાં ખામી નડતી આવતી એમ બીજાઓને લાગતું. પણ હું મારી ખામી જોઈ શકતો હતો. તેથી તો બ્રહ્મચર્ય ઉપર આવ્યો.” . . .ને : “તું પોતે ખરેખર વિકારરહિત હોય તો . . ને વશ થવા છતાં તું તેને સંતોષ ન જ આપી શકે. આ બધા વિષયીનો અનુભવ છે. પરિણામ એ આવે છે કે તારી સાથે ભાગ ભોગવ્યા છતાં . . . અતૃપ્ત જ રહે છે અને તેથી તેની વિષયવાસના વધે છે. એટલે જો તમારે સાથે જ રહેવું હોય તો તારે ભાગમાં રસ લેવો રહ્યો. જે તને તે રસ ન આવે તો તારે અલગ રહેવું જ જોઈએ. અત્યારે તમારા સાથે રહેવામાં હું તો ખરાબ પરિણામ જ જોઈ રહ્યો છું. તમે એકબીજાને છેતરા છે, પોતે પોતાને છેતરી છે અને જગતને પણ છેતરી છે. તમારા જીવન વિષે મારા સિવાય બીજા તો એમ જ માનતા જણાય છે કે આશ્રમમાં રહેલા હોવાથી સાધુ-સાધવી જેમ સાથે રહે છે. આ અસત્યમાંથી તમે બંને નીકળી જાઓ અને બંને પોતાને મનમાનતા વિવાહ કરી લો એ સહુથી સરસ છે. મારે મન આજનું તમારું બંનેનું જીવન દૂષિત છે. . . બીજી સ્ત્રીને પરણે તે જીવન નિર્દોષ ગણું કેમ કે તે સ્વાભાવિક હશે ને છેવટે . . . શાંત થશે. આ સુધારાને સારુ તમારે બંનેએ દિલ ખોલીને વાત કરી લેવી ઘટે છે. તે પછી નિશ્ચયપૂર્વક જે પગલું લેવું યોગ્ય લાગે તે લઈ લેવું જોઈ એ. એમ થાય તો. . . કાક દહાડે નિર્વિકારી થઈ શકશે. હાલની રીતે ૩૩૧

Gandhi Heritage Portal

૩૩૧