પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તા એ બળ્યાં જ કરશે ને એના વિકારો વધ્યાં જ કરશે. તારામાં શક્તિ છે. તેને તું ખાઈ ન એસ. નિરાશ ન થા, ઈશ્વર તને સહાય કરો.” આજે વિશ્વાસનાલ્યાગના ટમસ એ કેમ્પિસમાંના પ્લેકા: "Longstanding custom will make resistance, but by a better habit shall it be subdued. “The flesh will complain, but by fervour of spirit shall it be kept under. "The old serpent will instigate thee, and trouble thee anew but by prayer he shall be put to flight; moreover, by useful employment his greater access to thee shall be prevented." લાંબા વખતથી ચાલતી આવેલી રૂઢિ વિરાધ તો કરશે જ, પણ સારા સંસ્કારોથી તેને દાબી દઈ શકાશે. ' “શરીરમાં રહેલું પશુત્વ માથું ઊંચું કર્યા કરશે પણ આત્માના પ્રભાવથી તેને નીચે પાડી શકાશે. “પુરાણા સપ તને ઉશ્કેરશે અને તને વારંવાર સતાવશે; પરંતુ પ્રાર્થનાને બળે તેને ભગાડી શકાશે. વળી ઉપાણી વ્યવસાયથી તેને પાસે આવતા રોકી શકાશે.” બાપુએ કાલે મેજરને પૂછેલું કે “ અહીં કાઈ ઉર્દૂ શીખવી શકે એવા મળે કે નહીં ? ” એ કહે: “હા! કૅન્ટામેન્ટમાં હોય ખરા, ૨૮-૭- રૂ ૨ અંગ્રેજોને હિંદુસ્તાની શીખવનારા.” બાપુએ કહ્યું : “હું જેલમાંની વાત પૂછું છું.” મેજર : “ અહીં મારા કરતાં વધારે સારું ઉદ્દ જાણનાર કેાઈ નથી એમ સમજોની. એને ખબર પડી ગઈ કે આ તો કાઈ કેદીમાંથી ઉદ્દ જાણનાર માગશે. એટલે પહેલેથી જ આ જવાબ આપ્યો. બાપુ કહે : “ પણ તમને કાંઈ રોકાય ? ” એ કહે : જરૂર, બધી મુશ્કેલી નાંધી રાખવી અને મને પૂછવી.” આજે નિરીક્ષણના દિવસ હતો એટલે એ ચાલ્યા જવાની ઉતાવળમાં હાય. બાપુ કહે : “ આજે તમને થોડા રોકી શકાય એમ છે ? ' એ કહે : “હા, નવ વાગ્યા પછી મને મુદ્દલ કામ જ નથી. હું નવ વાગ્યા સુધીમાં આ બાજુની ઓરડીઓ પૂરી કરીને આવીશ.” આવ્યા. બાપુએ તે અલફારૂકમાંથી શબ્દો કાઢીને પૂછવા માંડયા અને એ મૂ ઝાવા લાગ્યા. થોડા શબ્દો જેમ તેમ સમજાવ્યા, થોડા ન સમજાવ્યા અને છેવટે કહે : “ આ તો મારા ગજા ઉપરવટનું છે. તમે ૩૩૨

Gandhi Heritage Portal

૩૩૨