પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કતા હો તો એલવીને એ શબ્દો પૂછી લાવું, દરરાજ.” બાપુ : ** પણ આ ચેપડી હું આડી શકે એમ નથી, કારણ જ્યારે સમય મળે ત્યારે હું વાંચું છુંના.” પછી પોતાના ઘરની એક ઉદ્ ડિક્ષનરી આપવાનું કહી ગયા. આજે આશ્રમની ઢગલા ટપાલ આવી. બે કલાક વાંચતાં લાગ્યા.

  • મૈડન રિવ્યુ’ના પાછલા અંકાનું વાચન રોજ ફરતાં ૨૬-૭- રૂ ૨ ચાલી કહ્યું છે. મે માસના અંકમાં પાશ્ચાત્ય સભ્યતા

પૂર્વની - હિન્દુસ્તાન-ચીન, અને ઇસ્લામની કેટલી ક્ષણી છે એ વિષેના લેખ Our Misunderstanding (આપણી ગેરસમજ ) નામને બહુ માહિતીથી ભરેલા વાંચ્યા. India in England (ઇંગ્લંડમાં હિંદ)નો જૉન અનશના લેખ અતિશય સાચે, આબાદ પૃથક્કરણથી ભરેલો, અને વસ્તુસ્થિતિનો તાદૃશ અને સૂક્ષ્મ નિરીક્ષણવાળા લાગ્યા. એ માણસને વિલાયતમાં મળ્યા હોત તો કેવું સારું થાત ! . બહારથી ઢોલના અવાજ સંભળાયા, બાપુ કહે : “ આ ઢાલ શેનાં વાગતાં હશે ? ” વલ્લભભાઈ કહે : “ જેલમાં જ વાગે છે ! ” બાપુ કહે : * કાઈનાં લગ્ન હશે ? ” મેં પેટ્રીક પીઅર્સની વાત કરી, જેનાં ફાંસીએ ચઢવા પહેલાં લગ્ન થયાં હતાં. બાપુએ કહ્યું : “ એ બાઈને ધન્ય છે. પણ હવે એ આઈ શું કરે છે એ જાણવા ઈચ્છું ખરો. તમારે વિલાયતમાં કોઈ ને પૂછવું જોઈતું હતું કે, એ શું કરે છે ? ” આજે નાડકણી એ ટાંકેલે બ્લેક બાપુએ ટાંક્યો : वृक्षाञ्छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । ૨ ૦–૭–'રૂ ૨ यद्येवं गम्यते स्वर्ग नरकं केन गम्यते ॥ એટલે વલ્લભભાઈ કહે : “ મુસલમાનો તો એમ માને છે જ.” આમાંથી શ્રદ્ધાનંદ, રાજપાલ વગેરેની વાત નીકળી, અને છેવટે ભોળાનાથ અને એના કારકુનાની. આ બાપડા તો કાંઈ પણ કારણ વિનાના અત્યંત નિર્દોષ માર્યા ગયા. કારણું એને વિચાર તો મહમદનું જીવન પોતાની ચોપડીમાં આપીને સેવા કરવાનો હતો. એણે ગેબ્રિયલનું ચિત્ર પણ કાઈ પુરાણી તસવીર ઉપરથી લીધું હતું. એ ઉપરથી બાપુએ દક્ષિણ આફ્રિકાના પિતા ઉપર વીતેલા કિસ્સો કહ્યો. બાપુએ વોશિંગ્ટન અવિંગનું મહમદનું જીવનચરિત્ર વાંચ્યું, એને મુસલમાનોની સેવા કરવાને અર્થે “ ઇડિયન ઓપીનિયન’માં એનું સમજાય એવી સરળ ભાષામાં ભાષાન્તર આપવા માંડયું. એક બે પ્રકરણ આવ્યાં ત્યાં તો મુસલમાનોનો સમ્ર વિરોધ જાહેર થવા લાગ્યા. હજી પેગમ્બર ૩૩૩

Gandhi Heritage Portal

૩૩૩