પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિષે તો કશું આવ્યું નહોતું, પેગમ્બરના જન્મ સમયના અરબસ્તાનની સૂતિ પૂજા અને વડુંમો અને દુરાચારાનું વર્ણન હતું. એ જ આ લોકોને અસહ્ય થઈ પડયું. બાપુએ કહ્યું : “ આ તો ગ્રંથકર્તાએ પ્રસ્તાવનારૂપે કહ્યું છે. આ બધું સુધારવા પેગમ્બરના અવતાર થયા. પણ કોઈ સાંભળે જ નહીં. અમારે એવું જીવનચરિત્ર ન જોઈ એ, ન જોઈ એ ! બસ આગલાં પ્રકરણો લખાયેલાં, તેના ટાઈપ ગાવાયેલા તે પણ રદ કર્યા. ” પછી બાપુએ ઉમેર્યું : ** બિચારા ભેળાન થે તો ચિત્ર કાઢી નાખ્યું અને માગેલા સુધારા કર્યા તાયે તેના જીવ ન બચી શકયો ! આ પછી અમીરઅલીનું Spirit of Islam (ઈસ્લામનું હાર્દ) ગુજરાતીમાં આપવાની ઈચ્છા હતી અને એક મુસલમાન મિત્રે પૈસા પણ છાપવાને આપેલા હતા છતાં એ વિચાર જ માંડી વાળેલા ! ” નાડણ એ રામરાજય ઉપર એક ટીકાત્મક નિબંધ લખીને તેને બાપુની ઉપર લખેલ કાગળને આકાર આપ્યા છે. એમાં રામચંદ્રે કરેલા અધમ વાલીનો વધ, શું ખૂકનો સંહાર, સીતા નિર્વાસન અને એવી એવી કથાઓ જેમાં સનાતની હિંદુઓ અક્ષરશઃ માને છે અને જેને લીધે શુદ્રોને, તથા સ્ત્રીઓને કનડે છે, અસ્પૃશ્યતાને સંતાપે છે, અને અંત્યજો કે શક્રેતરા જે અધિકાર ભોગવે છે તેમાંથી દુર રાખે છે, એ બધાની ઉપર કડવા પ્રહાર કર્યા છે. કયાંક કયાંક એની તીખાશ મર્યાદા એાળગે છે. તે એટલે સુધી કે કોઈ મિશનરી કે મિસ મેયોના હાથમાં આ પુસ્તક આવ્યું હોય તો હિંદુ ધર્મ ઉપર પ્રહાર કરવાને માટે એને મજબૂત લાકડી મળી જાય. e & આનો જવાબ આપશે ને ? ” એમ મેં બાપુને પૂછયું. બાપુ કહે : “ હા, થોડુ લખવાનો વિચાર છે.” મેં કહ્યું : “ લખાવી રાખો અને બહાર નીકળ્યા પછી છાપીશું.” બાપુ કહે : “ના રે, એમ લખાવવું એ મારી શક્તિની બહાર છે.’ હું કહું છું કે હું જે લખું છું તે હું નથી લખતો, ઈશ્વર લખાવે છે. એ અક્ષરશ: સત્ય છે. મારાં ‘યંગ ઈન્ડિયા’નાં લખાણ વાંચું છું ત્યારે મને લાગે છે કે એ હું પાછો ન લખી શકું . બારડેાલી વખતના ગુજરાતી લેખ આજે હું ન લખી શકું . દરેક વસ્તુને માટે વાતાવરણ જોઈ એ છે. એટલે ટૂંકો જવાબ એને લખી મોકલશું.' મેં કહ્યું : એ તે ઓછેવત્તે અંશે ઘણાને માટે સાચું છે. જે માણસને તન્મય થઈ તે લખવાની ટેવ છે તે એક પ્રસંગે અને સંજોગોમાં જે લખશે તે બીજા પ્રસગે અને સંજોગોમાં તેવું જ ન લખી શકે. લાઝાનમાં તમે ૩૭૪

Gandhi Heritage Portal

૩૩૪