પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્ય એ જ ઈશ્વર છે, એ ઉપર જે અર્ધો કલાક વ્યાખ્યાન આપ્યું તે. આજે બોલી જવાનું કહેવામાં આવે તો તમે ન કહી શકે, અને છતાં આજે એ વિષયનું નવું જ નિરૂપણ આપી શકો.” જાણે મારા સવાલના જ જવાબમાં હોય તેમ તેમણે આજે એક નાનકડી બાલિકાને લખેલા કાગળમાં જ નાડકણીને જવાબ આપી દીધા. બાલિકાએ પૂછયું હતું કે “ મીરાબાઈના ચમકારા પુસ્તકમાં આપેલા ન માનીએ તો પછી એને માટે બીજા કોઈ કહે તે માનીએ ? પુસ્તકે ન માનીએ તો આપણાં વીરા અને વીરાંગનાઓ વિષે જાણવાનું સાધન શું ? એને જવાબ આપતાં લખ્યું : “ ચાપડીમાં લખેલું બધું વેદવાકર્થ ન ગણાય. જે નીતિવિરુદ્ધ છે, જે અમાનુષી છે, એવું ગમે ત્યાં લખ્યું હોય તોયે ન માનીએ. સાચા ખાટાને તાળવાની શક્તિ આપણામાં ન આવે ત્યાં લગી વાંચેલાને વિષે જેની ઉપર વિશ્વાસ હોય એવાં વડીલ કહે તે માનીએ.” | ભગવાનજીને લખ્યું : ** ઈશોપનિષદમાં એક મંત્ર છે. તેનો અર્થ એ પણ થાય છે કે તારી સામે રહેલા કાર્ય નું તું ધ્યાન ધર. આમ કરતાં અવસ્ય ઈશ્વરસાક્ષાત્કાર થાય. ઈશ્વર તે બધેય છે. ‘મારા’ કામમાં પણ છે. જેને ‘મારું માનું છું તે તેનું છે. એ કામનું ધ્યાન ધરું તો તેનું માનું. જે ધણીનું કામ કરે છે તે ધણીને પામે છે.” - બાળાઓ શિયળના રક્ષણના વિચાર કરતી થઈ ગઈ છે. એનું રક્ષણ હથિયારથી ન થાય ? એને બે જવાબ આપ્યા : “ જેનું મન પવિત્ર છે તેણે વશ્વાસ રાખવા કે પવિત્રતાનું રક્ષણ ઈશ્વર કરશે જ. હથિયાર ઉપરને આધાર તે ખેાટે છે. હથિયાર ઝું ટવી લે તો ? અહિંસાધર્મ પાળનાર હથિયાર ઉપર વિશ્વાસ ન રાખે; તેનું હથિયાર તેની અહિંસા, તેના પ્રેમ છે. આ બાળાએ ૬૮ સત્ય છતાં અપ્રિય બોલે તો હિ સા ન થાય ?' એમ પૂછેલું. તેને સામે જવાબ મળે: “ સત્ય બાબતમાં કોઈનું મન દુખાય તેમાં હિંસા નથી. આપણે કાઈને દૂભવવા ન ઇચછીએ છતાં તે દુભાય તેમાં હિંસા નથી. હું તારી પાસેથી ગાયનું દૂધ માગુ પણ મને તેનું વ્રત હેવાથી તું ન આપે ને હું દુભાઉં તેમાં તું હિંસા નથી કરતી, પણ ધર્મ પાળે છે. બીજા પત્રમાં : સ્ત્રીને કે કેાઈ ને રક્ષણને સારુ બહારના હથિયારની જરૂર ન હોય.' કેટલીક વાર તેવાં હથિયાર રક્ષણ કરનારની સામે જ વપરાય છે. વળી જે અહિંસાધર્મ પળે છે તે તો મરીને જ પોતાનું રક્ષણ કરે, મારીને નહીં. સ્ત્રીએ દ્રૌપદીની જેમ વિશ્વાસ રાખવો જોઈએ કે પોતાની પવિત્રતા એટલે ઈશ્વર રક્ષણ કરશે. આપણામાં ઈશ્વર તેના ગુણરૂપે રહે છે ને રક્ષણ કરે છે.” ૩૩૫

Gandhi Heritage Portal

૩૩૫