પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અથવા ‘દેહીનાં નેહી સકળ સ્વારથિયાં અને અળગાં રહેશે રે’ એ ભજનને તે આપણે સહુ અનુસરીએ છીએના ? દેહમાંથી જીવ ગયા એટલે તેને બાળીએ છીએ. પણ તેં–? આ વાક્ય તું પૂરું કરજે. તાત્પર્ય એ છે કે વ્યક્તિને માહ ન રાખીએ. વ્યક્તિના ગુણનો માહ હોય પણ એ 'માહ શબ્દ પ્રેમને. સહુના ગુણ કાંઈક ને કાંઈક કાર્યરૂપે પરિણમે છે. જો આપણે તે ગુણને સારા ગણતા હાઈ એ તો તેમાંથી જે કાર્ય મૂર્તિમંત થાય તેને ઉત્તેજન આપવું જોઈ એ. એટલે તું આશ્રમમાં જજે. એટલી બાળાઓમાંથી થાડીની એાળખાણ તો કરી જ હશે. તેની સંભાળ લેજે. કોઈ વખતે પ્રાર્થનામાં ભાગ લેજે.' આ જ બાબત વિષે . . .ના કાગળમાં : ૧. વ્યક્તિપૂજાને બદલે ગુણપૂજા કરવી ઘટે છે. વ્યક્તિ તો બેટી નીવડે અને તેને નાશ તો છે જ, ગુણનો નથી. - ૨, આશ્રમના ચાલક વગના લોકે ઘણાખરા નથી ગમતા તો તેને સહન કરતાં શીખવાની આ સેનેરી તક છે. દોષ વિનાના તો કાઈ નથી. અને આપણા જેવા જ બીજાને ગણવા ઈચ્છીએ તો ગમવા ન ગમવાને ભેદ ઊડી જાય છે. - ૩. આશ્રમનાં તો માન્ય છે તો તેના બાહ્ય સ્વરૂપને વિષે મતભિન્નતા છે તેની ફિકર ન હોય. આપણને કામ મમ મમની સાથે -તત્ત્વની સાથે - હાય, ટપ ટપ બાહ્ય સ્વરૂપ – સાથે નહીં. ૪. તારા સ્વભાવના દોષો કાઢવાને સારુ તે આશ્રમમાં રહેવાના ધર્મ છે. - પ. તારાં ધ્યેયને તું આશ્રમમાં ન પહોંચી શકે તો દોષ તારો છે, આશ્રમૈમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. ૬. તારા પ્રેમીજનાનું ખેંચાણ તને શા સારુ આશ્રમ બહાર લઈ જાય ? તેએાના પ્રેમ તેમને આવશ્યકતા પૂરતા ત્યાં દોરે. પ્રેમને ભોતિક સાન્નિધ્યની આવશ્યકતા હોય જ નહીં અને હોય તો તે પ્રેમ ક્ષણિક જ ગણાય. એકના શુદ્ધ પ્રેમની કસોટી બીજાના વિયેગમાં-બીજાના મરણ પછી થાય છે, પણ આ બધા તો બુદ્ધિવાદ થયો. તારું હૃદય જ્યાં હશે ત્યાં જ તું રહેશે. તારું હૃદય જો આશ્રમ ન સમાવી શકે તો હું શું કરવાનો અને તું પણ શું કરવાની હતી ? ” આ બહેનને બાપુએ હતું : “ “ કાઈના કાજી ન બનો, રખેને આજ તમારા કાજી બનેએ સૂત્રને આધારે પણ પ્રધાનોની ટીકા કરવી નથી ધટતી.” એનો જવાબ બહેને ચિડાઈને અા : “ ભલે અમારી ટીકા ૩૩૭ ૨૨

Gandhi Heritage Portal

૩૩૭