પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

થવાની હોય, તેથી બીજાની ટીકા ન કરીએ ? જાહેર પુરુષની ટીકા કરવાના સૌને હક છે.” એને લખ્યું : “ “ કાઈના વિચાર ન કરો, રખેને તમારો બીજા કરે ’ની તારી ટીકા તને શોભતી નથી. તેનો અર્થ જ તું નથી સમજી. તારી દીકામાં બહુ અહ કાર ભર્યો છે. રખેને તમારા ન્યાય બીજા કરે’નો અર્થ તો એ છે કે આપણે એવા ન્યાયપાત્રમાં, દોષમાં ન આવવું. જગતની સામે આપણે ઉદ્દત ન બનીએ. “ ભલે જગતને જે કહેવું હોય કે કરવું હોય તે કહે અથવા કરે’ એવો વિચાર કે એવું વચન આપણે કેમ કાઢીએ ? જગતની પાસે આમણે રાંક છીએ. એટલે કે આપણે સત્ય માર્ગો ઉપર હાઈ એ છીએ ત્યારે પણ જગતને દંડ નથી કરતા. તેને ન્યાય નથી કરતા. પણ જગતના દંડ ને ન્યાયને આપણે સહન કરીએ છીએ. આનું નામ નમ્રતા અથવા અહિંસા છે. તારું લખાણ બૅગમાં કે ક્રોધમાં લખાયું હોય તો પણ તું એવું ન લખે એ હું ઈચ્છું છું. મારી ઉપર જે ક્રોધ કાઢયો છે તેની ફિકર નથી. એને હું હસી કાઢી શકું. પણ આ વચન મને ડખે છે. તારી કલમે એવાં વાક્ય જ ન ચઢવાં જોઈ એ. એટલે કે એવા પ્રકારનો વિચાર પણ ન આવવો જોઈએ. વિચાર આવ્યા એટલે ભલે તે મારી પાસે મૂકયો. મુકાય એટલે તો હું સુધારી શકું છું. આ ફકરા તારા વિચાર મારી પાસે છુપાવવા સારુ નથી લખ્યો. હું તને ગાંડી, ઘેલી, ઉદ્ધત, નગ્ન જેવી હોય તેવી જેવા ઈચ્છું છું. પણ મારી માગણી તો એ છે કે મજકુર વિચાર પણ તું તારા હૃદયમાં ન થવા દે.” માથસના ‘ ગ્રી નીવરા ગૌવનસ્' ના નિયમ વિષે એ જ કાગળમાં : “ એનું કેટલુંક લખાણ લેક સમજ્યા. નથી, કેટલુંક ભૂલભરેલું છે. જે કાયદો મનુષ્યતર પ્રાણીને લાગુ પડે છે. તે મનુષ્યને નથી પડતો. મનુષ્યતર પ્રાણી બીજા છાને મારીને, ખાઈને નભે છે. મનુષ્ય તેમાંથી નીકળી જવા મળે છે. એમાં તેની અહિંસા છે. દેહ છે ત્યાં લગી તે પૂર્ણ અહિંસાને નહીં પહાંચે પણ ભાવનારૂપે તેને પહોંચે તે ઓછામાં ઓછી હિંસાથી નિર્વાહ કરે. પોતે મરીને બીજાને જીવવા દેવાની તૈયારીમાં મનુષ્યની વિશેષતા રહેલી છે. જેમ મનુષ્ય વધે છે તેમ જ ખોરાક પણ વધે છે. હજુ તેનામાં વધવાની શક્તિ છે. ડાર્વિનની શોધ પછી તો ઘણી નવી થયેલી છે. * મોટામાં મોટી સંખ્યાનું ભલું ” અથવા “ બળિયાના બે ભાગ નો કાયદો ખે છે. અહિંસા બધાનું ભલું ચિંતવે છે. ઈશ્વરને ત્યાં બધાના ભલાને જ ન્યાય હોય. એ કેમ અપાય ને એવા ન્યાયમાં મનુષ્યનું કર્તવ્ય શું છે તે શોધવું એ આપણું કામ છે, એ નીતિથી વિરુદ્ધ નીતિ રજૂ કરવાનું કદી નહી.” ૩૩૮

Gandhi Heritage Portal

૩૩૮