પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે ' ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં મોટા અક્ષરે મારી જમીનના પૈસા ભરાયાની ખબર વાંચી. મહાદેવના પિત્રાઈ મગન ૨-૮-'૩૨ બાપુએ આસિસ્ટન્ટ કલેકટરને ઉદ્ધત જવાબ આપ્યો, પૈસા ભરવાની ના પાડી. પછી સબ ઇન્સ્પેકટર ગયો. તેણે તેના ઘરમાંથી કોંગ્રેસ પત્રિકાઓ પકડી અને લડતમાં ભાગ લેવા માટે કેસ ચલાવ્યો. ત્યાં તેણે માફી માગી અને પિસા ભરી દીધા. ‘ટાઈમ્સ'નો રિપોર્ટ છે એટલે કેટલું સાચું તે રામ જાણે, પણ પૈસા ભરાઈ ગયા, એ વાત તો સાચી જ. મને ખૂબ દુ:ખ થયું. પણ એમાં શું થાય ? મારાથી થયું એટલું આજ સુધી કર્યું, પણ દુશ્મનના દાવાને કાંઈ જેલમાં બેઠાં પહોંચી વળાય છે ? સવારે જરા સરજ નીકલ્યા એટલે બધી ચાદરો વગેરેને હવા લગાડવાની બાપુએ સૂચના આપી. પછી એક કિસ્સે ૨-૮-'રૂર સંભળાવ્યા. એ સૂચના આપતાં એમને ડરબનના ડે. નાનજીની સ્કોચ સ્ત્રી યાદ આવી જે ભારે સરસ ધોબણ હતી. રાજ કપડાં ન ધુએ કે સાબુ ન દે, છતાં તેને હવા સારી રીતે આપતી. તેણે કપડાંને હવા આપવાનો ગુણ સમજાવ્યા હતા એમ બાપુએ કહ્યું. આ કહેતાં ડો. નાનજીને ત્યાં બાને રાખેલાં અને પરેશન કરાવેલું તેની વાત સંભળાવી: “ બાની સહનશક્તિનો એ અદ્ ભૂત નમૂના કહેવાય. ગર્ભાશયનું સ્કેપિંગ કરવાનું – છાલવાનું હતું. બાનું હૃદય નબળું એટલે કલોરામ કદાચ બરદાસ્ત ન કરી શકે એટલે કલોરોફેમ આપ્યા વિના જ ઑપરેશન કર્યું.” બાપુ દૂર ઊભા હતા, એ પોતે ધ્રુજતા હતા. એ ભાગમાં હથિયાર નાખીને પહોળા કરતાં ચીરા પડતા તે તડતડ સંભળાયા. બાના માં ઉપર દુઃખ દેખાય પણ જરાયે દુ:ખનો અવાજ ન કાઢયો. બાપુ કહે : “ હું કહેતા જાઉં કે જોજે હિંમત ન હારતી, પણ હું તો ધ્રુજતે હતો, મારાથી એ જોઈ શકાતું નહોતું.” મેં બાપુને કહ્યું : “ એ તો સહનશક્તિને ચમત્કાર કહેવાય.” બાપુ કહે : “ હા, એમાં વખત પણ ઠીક ગયો હતો, અને ચીસા પડાવે એવું હતું. પણ બાએ અજબ સહનશીલતા બતાવી ! એવી જ .હિંમત એણે બીફરી ન લેવામાં બતાવી. એ કહે : * ભલે મરવાનું હોય તે મરીશ પણ એવું લઈને મારે જીવવું નથી.” ” સાંજે બાપુએ પૂછયું: “. . .ની ૧૧મી જન્મતિચિ કયારે છે, ભલા? ” વલ્લભભાઈ : « કેમ શું કામ છે ? તમારે કાંઈ લખવું છે ? " બાપુ: “ હાસ્તા. બીજાને લખીએ અને એણે શો વાંક કર્યો છે ? ” ૩૩૯

Gandhi Heritage Portal

૩૩૯