પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વલ્લભભાઈ : “ કાઈ તમને પૂછે, તમારી પાસે કાંઈ માગે ને લખી મોકલો તે જુદી વાત છે; નહીં તો તમે અહીંયાં જેલમાં બેઠા છો, તમારે લખવાની શી જરૂર ?” બાપુ : “ એમ કેમ ? . . .નાં લખાણ . . .માં બહુ ઊચે દરજે ધરાવે છે. લેખકમાં એ પહેલાબીજ ગણાય.” વલ્લભભાઈ ધડીક વાર ચૂપ રહ્યા. પછી કહે : “ ગણતા હશે.” બાપુ : “ હરો કેમ ? છે.” વલ્લભભાઈ : ૮૬ જાણ્યા, જાણ્યા, હવે. શા સારુ એવા બાયલા માણસને વિષે લખી એને ઉત્તેજન આપવું ? દેશમાં દાવાનળ સળગી રહ્યો છે ત્યારે બેઠાં બેઠાં લેખ લખાતા હશે ? ” બાપુ : * એના લેખાથી સેવા નથી થતી એમ તમે કહો ?” વલ્લભભાઈ : ૮૯ વિધાનાના લેખેથી જરાય સેવા નથી થતી. વિદ્વાનો વાંચવાલખવાનો શોખ લગાડે છે અને તેમ કરીને ઊલટા નુકસાન પહોંચાડે છે. માણસાને વાંચવાલખવાના મોહમાં નાખીને નમાલા કરી મૂકે છે. નમાલા કરે એ વિદ્યા અને લખાણ શા કામનાં ?” - બાપુ : “. . . નાં લખાણ વિષે એમ કહેવાય છે ખરું.? મેં એને . . .નું જીવનચરિત્ર નથી વાંચ્યું, પણ એ જીવનચરિત્ર માણસને નમાલા કરે ? ” વહેલભભાઈ : “ લોકે એણે લખેલું બીજાનું ચરિત્ર વાંચશે કે એનું ચરિત્ર જેશે ? ” | બાપુ: “ એનું ચરિત્ર શું ખોટું છે? તમને ખબર છે ૧૯૧૬-૧૭માં લિગ્સને લડાઈને અંગે ટાઉન હોલમાં મીટિંગ બોલાવી હતી તેમાં બધાને લડાઈમાં મદદ કરવાની અપીલ કરી હતી ? ટિળક પક્ષે અમુક શરતે જ મદદ થઈ શકે એવા પ્રકારના સુધારાના ડેરાવ મૂકવાનો નિશ્ચય કર્યો, નહીં તો સભા છોડી જવાનો નિર્ણય હતો. એ પક્ષ તરફથી . . . ઊભા થયા. બધાએ ખૂબ હુરિ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ અડગ ઊભા રહ્યા અને કહેવાનું હતું તે બધું કહીને પછી બધાએ સભાનો ત્યાગ કર્યો.” વહલભભાઈ: “ ઓહો ! એ નાટક તે એમને કરતાં આવડે છે !' બાપુ : “ ત્યારે તમારે શું જોઈ એ એમની પાસે ? વલભભાઈ : ** કાંઈ ત્યાગ તો કરે કે નહી?” બાપુ: * શું જેલમાં આવે એ જ ત્યાગ ગણાય કે ?' વલ્લભભાઈ : “ હું એમ નથી કહેતા. પણ હું એમને જાણું છું અને તમે એમને જાણતા નથી, એટલે શું કહું ? એ તો થાડામાં થોડે ત્યાગ અને વધારેમાં વધારે લાભમાં માનનારા છે.”

Gandhi Heritage Portal

૩૪૦