પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુ : “ હા, એ તો એની ફિલસૂફી છે.” વલ્લભભાઈ : “ હ અતો. બળી એ ફિલસૂફી ! થાડામાં થોડા સાગ પાતા તરફથી, લેકે તે ગમે તેટલા ખુવાર થઈ જાય અને વધારેમાં વધારે લાભ પાતા માટે.” બાપુ : “ જોજો ! હું આ બધું એને કહીશ હોં ! ” વલ્લભભાઈ : * એને માટે બધું સંભળાવું એમ છું, અને સંભળાવ્યું છે. . . માં બધા ભેગા થયા હતા. ત્યાં બધા કહેવા લાગ્યા . , , તા નિવૃત્ત થવાના છે. મેં કહ્યું : શેના નિવૃત્ત થાય? નિવૃત્ત થવાને શા હક છે ? જાહેર જીવનમાં શું ઝખ મારવા પડ્યા હતા ? જાહેર જીવનમાં પડે એ નિવૃત્ત ચાય જ શેનો ? ” બાપુ : ૬૮ એમાં એનો વાંક ? એ તો બિચારા કામ કરતા હોત, પણ એને કમનસીબે હું આવ્યો અને એમની બાજી ભાંગી પડી. એમને મારા કામમાં શ્રદ્ધા નહી હોય એટલે એ ખસી બેસે અને નિવૃત્ત થવાના વિચાર કરે એમાં શું આશ્ચર્ય ? ” વલભભાઈ : “ઠીક ત્યારે લખજે. તમે તો પાછા “સત્યમાં વિર્ય ચુત વાળા ખરા ના ? ' બાપુ : “ મહાદેવ, આ વાક્ય એમના શીખવામાં આવી ગયું છે કે શું ??? હું : “ હા બાપુ, હવે તો કાલથી ગીતાપ્રવેશ થશે. અને એમણે ગીતા વાંચી હશે ત્યારે તો તમારી આગળ એવા અવનવા અર્થ મૂકશે કે તમને થશે કે આ તો ભેગ મળ્યા! ” સૂતી વખતે જ મેં પૂછયું : ત્યારે કાલે ગીતાનો આરંભ કરશું ના? એટલે ખાસા કહે : “માઢો વા વા વા થાત્ વા વેટું વર્ગ મારિષ', પેલે દહાડે હું સુપરિન્ટેન્ડન્ટની કાંઈક ટીકા કરતા હતા એટલે મને કહે : નાવશુપાદ્યતે ! અને થેંકસને માટે તાર્યોsણું વારંવાર કહે છે ! કાગળા વિષે સરકારને જવાબ આવી ગયા છે એમ તો અનાયાસે જ ખબર પડી. બાપુએ અહી થી ટપાલમાં ગયેલા કાગળ રે-૮-'૩૨ વિષે પૂછયું. સુપરિન્ટેન્ડન્ટે કહ્યું : “ કાગળની ચિતા ન કરો.' બાપુ કહે: ‘કેમ મોકલાયા છે ?” પેલા કહે: “હા.” બાપુઃ “તમને મોકલવાની છૂટ મળી છે ?” પેલા : “હા.” બાપુ: જ એ કયારથી?” “ શનિવારના હુકમ મળે, એટલે આશ્રમની ટપાલ પણ ગઈ.” આટલું જણાવ્યા પછી પોતે જ કહે : “એ તો એ વિષે મેં લખ્યું હતું તેનું પરિણામ લાગે છે!” બાપુ કહે : “ અરે ભાઈ, દશ દહાડા ઉપર ૨૪૧

Gandhi Heritage Portal

૩૪૧