પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પોલાકને : "Dr. Mehta no more. I have lost a lifelong faithful friend. But for me he lives more intensely by his death than before, for I treasure his many virtues now more than ever. That treasure becomes a sacred trust. Here is a letter for Maganial. I expect you to do all you can to make him a worthy son of his father. I have advised him not to worry but continue his studies. Broken down-though Dr. M. had become of late, I expect he had preserved his original circumspection to make suitable financial arrangements for Maganlal's studies. Maganlal will know. I feel that I am not by his people's side at the present moment. But not my will, let' His be done, now and for ever."

  • ડૉ. મહેતા ગયા. મેં જીવનપર્યંતના વફાદાર મિત્ર ગુમાવ્યા છે. જોકે મારે માટે તો પહેલાં કરતાં તે મરણથી વધુ જીવતા છે. કારણ હવે હું એમના સઘળા સદ્ગણો વધારે સ્મરીશ. એ સ્મરણ એક પવિત્ર ટ્રસ્ટ છે. મગનલાલ ઉપર કાગળ આ સાથે મોકલું છું. પિતાને લાયક બનવામાં તમે એને પૂરી મદદ કરી એમ હું ઈચ્છું છું. મેં તેને સલાહ તો આપી છે કે ચિંતા ન કરે અને અભ્યાસમાં મંડ્યો રહે. કેટલાક વખતથી ડો. મહેતા શરીરે ભાંગી પડ્યા હતા, છતાં પોતાની અસલ વ્યવહારદક્ષતા તે એમનામાં રહી જ હતી. એટલે મગનલાલના અભ્યાસ માટે નાણાંની વ્યવસ્થા કરી જ હશે. મગનલાલ જાણતા હશે. આ વખતે એ લોકોની વચ્ચે હું નથી તેનું મને લાગે છે. પરંતુ મારું ધાર્યું નહીં, સદા સર્વદા એનું જ ધાયું” થાઓ.”

આજે ઘેરથી કાગળ આવ્યા તેમાં મહેસૂલ ભરાયાના સંજોગો જણાવ્યા છે. એ જાણી નિશ્ચિત થયે, જોકે ચીડ ચડી અને દુ:ખ થયું. મગનભાઈને ત્યાંથી ગાય, ભેંસ, કોદાળીપાવડા વગેરે બધું જપ્ત કર્યું. ઘેરથી ચાપડીએ, કબાટ વગેરે લઈ ગયા, અને ઈચ્છા અને મગનભાઈને આખા દિવસ ઉતારે બેસાડી રાખ્યાં, અને ગાળા દીધી ! આ ન જોવાયું એટલે ગામમાંથી કોઈ એ પૈસા ભરી દીધા. કહે છે કે ઈચ્છા બહુ અકળાઈ છે. અકળાય જ, કારણ કે આવી વસ્તુનો અનુભવ નથી. લોકો પર પડતા દુ:ખમાં આમ સક્રિય ભાગ લેવાઈ શકાય એ જાણી મને તો સારું જ લાગ્યું. બાપુ કહે : “ કાઠાવાળા જહાંગીરના કરતાં શું ઊતરે ?” મેં કહ્યું : ચઢે. પેલો તો અજ્ઞાન અને મૂરખ, અને આ તો ભણેલોગણેલો કહેવાય.” ३४४

Gandhi Heritage Portal

૩૪૪