પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાત્રે સૂતી વખતે બાપુ કહે : “ જ્ઞાન પણ એટલું બધું પાકું થવાની જરૂર છે કે બુદ્ધિથી મનને મનાવ્યાની એાછી જ અસર છે. જાણીએ છીએ કે દાક્તરને જીવવાપણું નહોતું, એ શરીર નાશ થવા લાયક હતું અને તેનો નાશ થઈ ગયે. છતાં આટલી બેચેની શા સારુ ?” મેં કહ્યું : “વહાલાંઓ કે જેની સાથે વર્ષોનાં વર્ષો નિકટ સંબંધનાં ગાજ્યાં હોય તેનું સ્મરણ આપણને વારંવાર થયાં કરે, બનાવ સાંભળતાં એમાં અસ્વાભાવિક શું છે ? બાપુ કહે : સ્મરણ તે થાય પણ દુ:ખ શું કરવા થાય ? મરણ અને વિવાહમાં શા સારુ ફેર હોવા જોઈએ ? વિવાહનો પ્રસંગ યાદ કરીને આનંદ આનંદ થાય છે તેમ મરણથી ઊપજતાં મરાથી આનંદ કેમ ન થાય ? મારી બેચેની મગનલાલના મૃત્યુ કરતાં પણ કંઈક વધારે છે; કારણ માત્ર આ જ કે હું બહાર હોત તો એ કુટુંબને બરાબર દોરી શત. પણ એ પણ છેટું જ છે. એ અપંગ દશા બરાબર કેમ ન હોય ? ” દાક્તરના ઉદાત્ત ગુણાનું સ્મરણ કરતાં એમનું તર્પણ કર્યું. - એસ્થર મેનન જે હિંદુસ્તાન વિષે અનેક ભાષણ આપી રહી છે અને સારી અસર પાડી રહી છે. તેણે એક લાંબા કાગળમાં બાપુ, કાગાવા અને એટ શ્વાઈતસર વિષે લખીને બાપુને પૂછયું હતું કે જગતમાં બંધુભાવના પ્રચાર માટે આવા સમર્થ માણસે જીવે છે છતાં કેમ પ્રચાર થતા નથી ? એને બાપુએ લખ્યું : "Brotherhood is just now only a distant aspiration. To me it is a test of true spirituality. All our prayers, fasting and observances are empty nothings so long as we do not feel a live kinship with all life. But we have not even arrived at that intellectual belief, let alone a heart realization. We are still selective. A selective brotherhood is a selfish partnership. Brotherhood requires no consideration or response. If it did, we could not love those whom we consider as vile men and women. In the midst of strife and jealousy, it is a most difficult performance. And yet true religion demands nothing less from us. Therefore each one of us has to endeavour to realize this truth for ourselves irrespective of what others do." ૬૧ બંધુભાવ અત્યારે તો દૂરનું સ્વપ્ન છે. સાચી આધ્યાત્મિકતાની એ મને તા કસોટી લાગે છે. જ્યાં સુધી જીવમાત્ર સાથે એકતા ન અનુભવાય ત્યાં સુધી પ્રાર્થના, ઉપવાસ, જપતપ બધું ફોકટ ફાંફાં છે. પરંતુ હજી આપણે એ વસ્તુ બુદ્ધિથી પણ સ્વીકારી નથી. પછી હદયના સાક્ષાત્કારની તે વાત ૩૪૫

Gandhi Heritage Portal

૩૪૫