પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હું તકલી શીખ્યા. મારી ઉપર ઈશ્વરની બહુ કપા છે. કારણ ત્યાં મને આધ્યાત્મિક તેમ જ શારીરિક લાભ થયા. આધ્યાત્મિક લાભનું માપ તે શી રીતે કાઢી શકાય ? પણ શારીરિક લાભ એ થયો કે મારું વજન ૧૬ રતલ વધ્યું. સરદારજી તથા દેસાઈજીને મારા યથાયોગ્ય કહેશે.” એને બાપુએ લખ્યું : "Dear H. D. Babu, "It was a perfect delight to all of us to hear from you. You make me jealous when you say that at your ripe age you learnt Takli spinning. It was a great joy to learn that you had gained 16 lbs, in weight. May you have many more years of service. We often talk about you and your wonderful vitality. With regards from us all." * વહાલા હરદયાલબાબુ,.

  • તમારા કાગળ મળવાથી અમને બધાને બહુ આનંદ થયો. આટલી પાકી ઉમરે તમે તકલી શીખ્યા એ જાણીને મને તમારી અદેખાઈ થાય છે. વળી તમારું વજન ૧૬ રતલ વધ્યું એ પણ મેટા આનંદની વાત છે. સેવા કરવા માટે તમે ઘણાં વર્ષ છે. તમારે વિષે અને તમારી તંદુરસ્તી વિધે અમે ઘણી વાર વાતો કરીએ છીએ. અમારા બધાનાં વંદન.”

આ બે કર્ણાટકી જુવાનાએ ૨૦-૨૫ દિવસ થયાં ઉપવાસ કર્યા હતા. ૧૫ દિવસના ઉપવાસ પછી એને બળજેરીથી દૂધ ૬-૮-૩૨ પિવડાવવામાં આવતું હતું. એ લેકે ચાતુર્માસમાં બ્રાહ્મણનું જ રાંધેલું ખાવા માટે આ ઉપવાસ કરે છે, એવી ખબર મળેલી. એટલે એમની માગણી મૂર્ખાઈભરેલી છે એમ કહીને અમે બાલ્યા નહોતા. આજે બાપુએ આ વાતની ચર્ચા સુપરન્ટેન્ડન્ટ સાથે છેડી. સુપરિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું કે “તમે કાકને એ લોકોને મળવા દો કે નહીં ? એમને એમની ભૂલ સમજાવવામાં આવશે અને ઉપવાસ છોડાવવામાં આવશે.” એ કહે : ** એમ તો શિસ્ત તૂટી જાય. એમ ઉપવાસ કરે તેથી તુરત એને સમજાવવા માણસ મોકલીએ તા. અને એમ કયાં આરા આવે ? ” બાપુ કહે : “ પણ હું નથી કહેતા કે તમે એને બ્રાહ્મણના હાથની રસોઈ આપા, હું તો કહું છું કે એની ભૂલ સમજાવવા કેકને જવા દો.” પછી બાપુ જરા કડક થઈને બોલ્યા : “ તમારે અમલદાર કરતાં માણસ તરીકે આ વસ્તુ વિચારવી જોઈએ. અમલદાર તરીકે તમને એમ થાય કે આ માણસેએ મને વશ થવું જ જોઈએ. પણ માણસ તરીકે તમને એમ થવું ३४८

Gandhi Heritage Portal

૩૪૮