પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જોઈએ કે આ માણસામાંથી માણસાઈ ન જવા દેવી જોઈ એ.” એણે કહ્યું : ૮૮ નહીં, એવી રીતે હું એને બીજાને મળવા દઉં તો પછી તે પોતાના મિત્રોને મળવાને માટે લોકો ઉપવાસ કરવા માંડે. અને આ લોકેાના કાંઈ ઉપવાસ છે ? એ લોકો તો છાનામાના ખાતા હશે એમ હું માનું છું. એ ઉપવાસ કરતા હોય એમ લાગે જ નહીં.” બાપુ કહે : “ ત્યારે તમે એને વધારે માણસાઈ વિનાના કર્યો એમ કહું. એ લોકો એમ કરતા રહે એમ તમે ઇચ્છો ? ” થાકીને બિચારાએ કહ્યું : “હું હાર્યો. તમારી સાથે દલીલમાં કાઈ ન જીતી શકે. ભલે તમારે મળવું હોય તો મળજે.” બપોરે મળ્યા. ખબર પડી કે એ લેકે તે જેલ મેન્યુઅલના કાનુન પ્રમાણે મળેલા કેદીના અધિકાર પ્રમાણે બ્રાહ્મણનો ખોરાક માગે છે. મેન્યુઅલમાં એમ છે કે કોઈને પોતાની નાતજાત છેડવાની જરૂર નથી. બ્રાહ્મણને કાં તો બ્રાહ્મણની રાંધેલી રસાઈ મળશે અથવા રાંધવા દેવામાં આવશે. બિજાપુરમાં મુનશીએ કેદીનો આ નિયમ પ્રમાણે અધિકાર છે એમ તેમને કહેલું, એ સત્યાગ્રહીઓમાંના એક તો આ ચોથી વાર જેલમાં આવે છે. અગાઉ એણે અબ્રાહ્મણનું રાંધેલું ખાધું છે. પણ કહે છે કે પોતાના ભાઈ મરી ગયા તેને એણે વચન આપેલું કે હું બધા આચાર પાળીશ અને બ્રાહ્મણોનું રાંધેલું ખાઈશ. બીજા સત્યાગ્રહી છેાકરાએ તે અહીં જેલમાં આવીને પણ બ્રાહ્મણેતરનું રાંધેલું ખાધું છે, પણ હમણાં આની સાથે ભળ્યા છે. આ સત્યાગ્રહનું કહેવું એ હતું કે શું સત્યાગ્રહમાં ભળ્યા એટલે કેદી તરીકેના હક પણ ખાઈ એસીએ ? બાપુએ એ લોકોને સમજાવ્યો કે આવી હઠ ન હોય. જેલમાં આવીને આ ઝઘડા શેનો ? વગેરે. પણ જ્યારે તેમણે સરકારી નિયમ પ્રમાણે અધિકારની વાત કરી ત્યારે બાપુ કહે : “ ભલે ત્યારે હું તમને કુરજ નથી પાડવાના, પણ એ શરતે કે મારી ખાતરી થાય કે આ નિયમ છે, પણ આવા નિયમ ન હોય તો તમારે મારું કહેલું માનવું પડશે. કાં તો તમારે જેલને વશ થવું જોઈએ કે સત્યાગ્રહની નિયમાવલિને વશ થવું જોઈએ.” પેલાએ આખરે વચન માયું કે તમને ખાતરી થાય કે આવા નિયમ નથી, અને સુપરિન્ટેન્ડન્ટને બ્રાહ્મણને ખોરાક આપવાને પૂણ અધિકાર નથી તો તેઓ ઉપવાસ છાડશે.” આ પછી બાપુએ જેલના નિયમ જેવા માગ્યા. ડે. મહેતા કહે : ““ એ તો સરક્યુલર છે કે કાઈ કેદીને જ અપાય.” ત્યારે બાપુ કહે : “ એ માટે મારે લડવું પડશે.” સાંજે ભંડારી બાપુને મળવા આવ્યા. આ મુલાકાત બહુ નોંધવા લાયક હતી. ભંડારીના મુખ પર વિષાદ હતા, છૂપી છૂપી ચીડ પણ હતી કે આ બધું શું થઈ રહ્યું છે અને મારે કયાં સુધી ઉતરવું પડે છે ? ** આ લોકોએ અગાઉ અબ્રાહ્મણને ખોરાક ખાધા છે અને હવે કેમ ન ખાય ? ૩૪૯

Gandhi Heritage Portal

૩૪૯