પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જેવી બતાવવામાં આવી છે તેવી ભાગ્યે જ બીજે બતાવવામાં આવી હશે. અને એ પણ આદિપર્વમાં જ.. योऽन्यथासन्तमात्मानमन्यथाप्रतिपद्यते । किं तेन न कृतं पापं चौरेणात्मापहारिणा ॥ અસત્યાચરણી, દંભી, મિથ્યાચારીના જે ભયંકર ચાર બીજો કોઈ નથી, કારણ તેના પાપની બરાબરી કરે એવું એકે પાપ નથી. આજે બધા જેલીએાના જ કાગળ આવ્યા. રામદાસ, મોહનલાલ ભટ્ટ, સયદ અબ્દુલ્લા શ્રેલવી, ખેરશેદ, મહમદ આલમ. ? ?–૮– રૂ ૨ બધા કાગળો અગત્યના હતા. રામદાસે નીતિના પ્રશ્નો ઉઠાવ્યા હતા, અને બાપુને પૂછયું હતું કે તમે જે એક વાર બહુ કડક હતા અને ભારે પ્રાયશ્ચિત્ત કરતા અને કરાવતા તે હવે વધારે પડતા ઉદાર કેમ થઈ ગયા છે ? આ ઉદારતાના માણસો ગેરલાભ પણ લે. પોતે પેલા તજ, લવિંગ અને એલચીના કિસ્સા પછી તજવંગ ન ખાવાનું વ્રત લઈ લીધું લાગે છે; એટલે નિમુબહેને દૂધઘી ખાવાં છાડવાં. બાપુએ આજે જ રામદાસને લાંબા કાગળ લખ્યો : ૮૪ મારી સમજ તો એવી છે કે તે હજી તજવિંગ છેડવાનો નિશ્ચય નથી કર્યો. હું નિમુને લખવા ધારું છું. જે તે વ્રત લઈ જ બેઠી હરો તો એ મુકાવવાનો આગ્રહ નહીં કરું. માત્ર ધર્મ સમજાવીશ. આવી જાતનાં ત્રત છોડાવવાનો આગ્રહ ન કરવા જોઈએ એમ માનું છું. એવો આગ્રહ કરતાં માણસ પોતાની દૂતા મેલી દે છે અને મનને નબળાઈ આવી જાય છે. તું લખે છે એમ મેં' પૂર્વે જે સખ્તાઈ એ કરી તેને પશ્ચાત્તાપ નથી. એ બરાબર હતી, તે વખતને સારુ. આજે મારી જરા જેટલી સખ્તાઈ તે હિમાલય જેટલી ભારે લાગે છે. જે કાર્ય આજે હું ઠપકામાત્રથી લઈ શકું છું તેને સારુ પહેલાં મારે પોતાને ઉપવાસ કરવા પડતા તે બીજાને પણ પ્રમાણમાં તેમ જ કરવું પડતું. પૂર્વે કરતા તેમ જ જે હાલ કરું તો હું નિર્દય કરું. ત્યારે શું હું વચ્ચે તેમ બીજી પણ વધ્યા ? એમ હોવાનું કાંઈ કારણ નથી. પણ મારા સંબંધમાં જે છે તેમની ઉપર મારી અસર ચાલતી જ હોય એટલે વિશેષની જરૂર ન રહે. એટલે કે તારે નિમુની પાસે નાખુ કષ્ટ સહન કરાવવાનું કે કરવાનું ન રહે; કેમ કે હું માટે ચાકીદાર બેઠો છું. મારા દેહ પડે ત્યારે તમારે બધાયને ભારે ચેતવાપણું ૩૫૫

Gandhi Heritage Portal

૩૫૫