પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રહેશે. વસ્તુસ્થિતિ આમ હાવાથી જ ઘણી વાર મારી ગેરહાજરીમાં મેળાશ. આવે છે. જગતને કાયદો જ આવે છે. એટલે આપણે શિક્ષણ તે એ લેવાનું છે કે આપણી જાગૃતિ આપણે પૂરી સાધી લેવી જોઈએ. આજે ભલે વેલાની માર્ક ઝાડને એથે ચડવા હોઈ એ, પણ એ પરતંત્રતા છે. તેમાંથી છૂટી પોતાની મેળે ટટાર રહેતાં શીખી લેવું જોઈએ. નિમુ ઉપર જે અસર વીજળીવેગે થઈ તેનું કારણ મેં ઉપર બતાવ્યું તે છે. એવું મારા કાળ તને યાદ છે ત્યારે ન હતું. કેમ કે આસપાસનું વાતાવરણ એવું ઉત્તરદાયી નહોતું. એટલું ચડયું નહોતું. હું નિમુને કાંઈ સખ્ત લખુ તે એ સાસવાઈ જ જાય. હવે મારી ઉદારતા સમજાઈ? પહેલાંની સખ્તી ને આજની ઉદારતા પાછળ એ જ શુદ્ધ પ્રેમ કામ કરી રહ્યો હતો. બાકી તારું લખવું તો બરાબર છે જ કે મારી ઉદારતાનો અનર્થ કરી કેાઈ બેદરકાર થાય તો તે ભૂ ડ" જ છે. એવા ડર રહે છે તેનું કારણ નાખું છે. હું પોતે મારા પ્રત્યે નરમ થઈ બેઠો છું. પ્રથમની મારી અક્કડતા ચાલી ગઈ છે. માગ્યું કામ શરીર આપતું નથી. અને જે હું ન કરું તે બીજાની પાસે લેતાં સંકોચ થાય જ, તેથી મેં આશ્રમમાં ઘણી વાર કહ્યું છે કે હું હવે આશ્રમ ચલાવવા લાયક નથી રહ્યો. આશ્રમના દરવાન જાગ્રત અને બળવાન હોવા જોઈ એ. પહેલાં તે હું કામમાં સૌની સાથે ઊબતો એટલે બીજાએ મારી પાસે ઊભવું જ પડતું. હવે તે મારા કામને જોવાનું ન રહ્યું. મારાં વચનો પ્રમાણે ચાલવાનું રહ્યું. તેથી આસપાસના વાતાવરણમાં તે માળાશ જોતો જ હશે. આ બધું તું બરાબર સમજ્યા છે ના ? - “ તારી સાવધાની મને ગમે છે. આ કિસ્સામાં નિમુ પ્રત્યે સખ્ત ન થતા. પતિપત્ની વિષેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડયો છે ખરા. જે રીતે હું બા તરફ વલ્ય તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તે એમ ઈરછું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખાયું નથી કેમ કે બાને મેં કેાઈ દહાડે મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તે હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઈચ્છતો હતો. છતાં બા મને નહાતી વઢી શકતી. હું વઢી શકતા હતા. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહાતા આપ્યા. અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી. હિંદુ સ્ત્રીઓમાં એ શક્તિ હોતી જ નથી. એ હિંદુ સમાજની ખામી છે. તેથી હું ઇચ્છું ખરો કે તું નિમુને તારા જેટલી જ સ્વતંત્ર ગણ. મે તેને વિનાદમાં એક કાગળમાં લખેલું કે તેણે પોતાને પરાધીન માનીને તને દરેક બાબતમાં પજવવા ન જોઈએ. તો તેણે લખ્યું : ' હું પરાધીન તો છું જ એ રામદાસ જાણે છે.” ભાષા મારી છે, ભાવાર્થ ૩૫૬

Gandhi Heritage Portal

૩૫૬