પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે સવારે ફરતાં બાપુ કહે : “ ચુકાદો આવવાના હોય કે ગમે તે થવાનું હોય, મને ઊંઘ ન આવે એવું કદી બન્યું છે ? ? રૂ-૮-'૩૨ પણ આજ રાત્રે એમ બન્યું. એ એવૈડનાં મને સ્વમાં આવ્યાં, અથવા તો એના જ વિચાર આવ્યા કીધા. જાગી ઊઠથો અને વિચાર આવતા જ રહ્યા. આખરે તારા જોવામાં ચિત્ત પરોવીને ઊંઘી ગયા અને વિચારો કયારે શમી ગયા તે ખબર નથી પડી. આનું કારણ તો એ છે કે, એ ચુકાદા ઉપર તો મારા ભાવી પગલાના આધાર રહેલો છે ના ?” આજે સવારે બાપુ પૂછતા હતા : “ વલ્લભભાઈના ઉચ્ચારો સુધરે છે કે ?” મેં કહ્યું : “ જરૂર. એમને હવે ખબર પડી જાય ૨૪-૮-'૩૨ . છે કે આ ઉચાર ખાટા. સાચી વાત તો એ છે કે એમને આ અભ્યાસમાં ખૂબ રસ પડવા લાગ્યો છે. આજ સુધી આ વસ્તુ જાણી નહોતી. હવે આ નવી જ વસ્તુ હાથ લાધીસ્વતારમgવૃતમ્ - જેવી લાગણી થયેલી છે. એટલે વિદ્યુતવેગે પ્રગતિ કરતા જાય છે.” બાપુ કહે : “ એ જ અભ્યાસની કુંચી છે. સંસ્કૃતના તો આપણા જાના સંસ્કારો. બધું વાતાવરણ એથી ભરેલું એટલે એના અભ્યાસ વિષે લાગે. પણ કાઈ પણ ભાષાના સૂક્ષ્મ અભ્યાસ કરવા બેસો તો એ જ લાગણી થાય.” બાપુના વ્યુત્પત્તિશાસ્ત્રના શાખ આમાં બાલી રહ્યો હતો. પણ આપના શાખને કયાં અવધિ છે ? છોકરીઓનાં દર્દોના નિવારણને માટે શરીરવિજ્ઞાનના અભ્યાસ કરવાની ઈચ્છા થઈ અને મેજર મહેતા પાસે પેલે દિવસે બિનનિષ્ણાતને કામ આવે એવી અને રોગના ઇલાજનું પણ જેમાં નિરૂપણ હોય એવી ચાપડીની માગણી કરતા હતા. આશ્રમની ટપાલમાં ઢગલો કાગળો લખ્યા. - છગનલાલ જોષીને : “ આશ્રમની મજૂરીની પાછળ સ્વતંત્રતાની માન્યતા રહેલી છે, બીજીની પાછળ પરાધીનતાની છે. હકીકતમાં તો આપણે સારુ બન્નેમાં સ્વતંત્રતા છે. જે હાથે કરીને દુ:ખ વહોરે તેનાથી મનમાં દુ:ખની ફરિયાદ ન થાય. ઊલટાનું તે દુ:ખ સુખરૂપ લાગવું જોઈએ. તેલના પેણામાં સુધન્વા કઈ રીતે નાચ્યા હશે ! પ્રહલાદે લાલચેાળ લાખંડના થાંભલાને બાથ કઈ રીતે ભીડી હરો ? આને જોડી કાઢેલા કિસા ન માનીએ કેમ કે એવું આજે પણ બની શકે છે. રિડલી, લેટમર, મનસૂરના દાખલા તે ઐતિહાસિક છે. બીજા તો તમે પોતે યાદ કરી શકો છો. વાત બધી મન ઉપર રહેલી છે.' ૩ ૬ ૦

Gandhi Heritage Portal

૩૬૦