પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હશે કે નહીં, અથવા તેના કબજામાં આવ્યા પછી તે વસ્તુ ઊપડી જશે કે નહીં. આ નિયમનું પાલન કરવામાં કોઈ વેદિયાપણાનો કે એથીયે વધારે બુરો આરોપ મૂકે તો તે સહન કરવા યોગ્ય છે.” આજે આપુએ મિત્રતપણમાં જ ઘણી વખત આપ્યા એમ કહેવાય. ડો. મહેતાના અવસાન પછી ઊભી થયેલી ૨૬૮-'રૂ ૨ પરિસ્થિતિનું કાકડ' ઉકેલવાને માટે અનેક કાગળ લખ્યા. એ કાગળાનું વિવેચન નકામું છે. પણ એ બધા કાગળામાં પ્રતિપાદિત એક સિદ્ધાંત અહી આપી દેવા ઘટે છે : “ જે વિશ્વાસપાત્ર નથી તેને વિશ્વાસ ન કરાય એ તારું લખવું બરાબર છે. મારા લખવાના હેતુ એ હતો કે આપણે કોઈ ને વહેમની નજરે ન જેવા. જેમ આપણા વચન ઉપર જગત વિશ્વાસ રાખે એમ આપણે ઇરછીએ તેમ સામેનાના વચન ઉપર પણ વિશ્વાસ રાખીએ. તે વિશ્વાસપાત્ર ન નીવડે ત્યારે પસ્તાઈ એ નહીં. વિશ્વાસ રાખનારે જગતમાં આજ લગી કઈ જ ખાયું નથી, વિશ્વાસનો ઘાત કરનાર કરાડે મેળવવા જતાં ખુએ જ છે. આપણે આત્મા અભડાય ત્યારે આપણે ખાયું. ધનદોલત તા આવે છે ને જાય છે. તે જાય તેનો શેક ન જ કરીએ.” મારી જમીનનું મહેસૂલ ભરાયાના સંજોગોનો ચિતાર મગનભાઈના કાગળમાં આવ્યા. કયાં મારું નમાલું ગામ અને ક્યાં બોરસદ, રાસ ! પેન્શનરોને સરકારે કેવા ગુલામ બનાવી મૂકયા છે એ આ પ્રસંગે જોવામાં આવે છે. આ આખા તંત્રની એકેએક વસ્તુ બારીકીથી જોઈ એ તો ત ત્રને યાચું કદિવાકરો ટકાવવા માટે અને લોકો ઉપર ગુલામી રૂપાળી રીતે કાયમ રાખવા જ યોજાયેલી છે. બાપુને, વલ્લભભાઈ ને અને મને ગાળા દેનારા મામલતદાર મારી નાતની જ. , . . આજે કામી ચુકાદો આવ્યા. જાણે કાંઈ ન બન્યું હોય એમ બાપુ - સાંજ સુધી વતી રહ્યા હતા. મારી પાસે 'બાજરાના ૨ ૭-૮-'૩ ૨ રીલે કરાવ્યો અને તે બહુ સ્વાદથી ખાધે. બપોરે બદામનું માખણ પણ સંચામાં બનાવ્યું. સાંજે ફરતાં હનિમૅનનો લેખ વાંચ્યો તે ગમ્યા. સવારે વાતવાતમાં ક્યાંક કયાંક વાકયો નીકળતાં હતાં : “ લધુમતી કરારમાં જે હતું તે જ કર્યું છે. એન્થોલના કાગળમાં જે હતું તે બની રહ્યું છે.' કહ્યું : “મીન્ટફુડના સુધારાના કરતાં આ નવું બંધારણ વધારે ભૂંડ છે.” બાપુ : ૬ એમાં શંકા જ નથી. પેલા સુધારામાં

Gandhi Heritage Portal

૩૬૬