પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તો આપણે લખનૌ કરાર આધાર તરીકે લેવાયા હતા. આ તે દેશના એવા ભાગલા પાડયા છે અને એવા છિન્નભિન્ન કરવાની બાજી છે કે જેથી દેશ ઊભા જ ન થઈ શકે.” સાંજે પ્રાર્થના પહેલાં કહ્યું : “ વારુ, હવે તમે અને વલ્લભભાઈ વિચારી લે. મને જે કહેવાનું હોય તે કહો. સેમ્યુઅલ હારને લખેલા કાગળ આને લાગુ પડે છે, એટલે હવે આપણે નોટિસ આપવી રહી !” હું ચમકયો. ચૂપ રહ્યો. અમને પણ એવું તો લાગતું જ હતું. * અબકી ટેક હમારી' ભજન ગાયું, અને આશ્રમની આવેલી ટપાલ વાંચવી શરૂ કરી. કાગળે તો જેટલા લખવા ઘટતા હતા તે લખવાની ઉતાવળ કરી જ. રાત્રે મેકડોનટુડને કાગળ લખવા શરૂ કર્યો. સવારે કાગળ પૂરો કર્યો અને અમને કહ્યું : “ કાંતવાનું છેઅડીને આ કાગળ વાંચી જાઓ એટલે એ તુરત મોકલી દેવામાં ૨૮-૮-'રૂ ૨ આવે. અમે વાંચી ગયા. વલભભાઈ એ કહ્યું : “ આમાં ચુકાદાના બીજા ભાગો વિષે કંઈ કહ્યું નથી. એટલે એમ તો અર્થ ન થાય કે એ બધું તમને પસંદ છે ? ” બાપુ કહે : “ ના. મારા વિચારો કયાં અજાણ્યા છે ? છતાં તમે ઈચ્છતા હો તો એ એક પૅરેગ્રાફ નાખું. જોકે, તે અંદર દલીલ દાખલ કરવી પડે અને મારે આ કાગળમાં દલીલ નાખવી નથી. દલીલ જેટલી કરવાની તે બધી સેમ્યુઅલ હાર ઉપરના કાગળમાં થઈ ગઈ.” મેં કહ્યું : “ એટલું જ માત્ર લખો કે આખા ચુકાદાની સામે મારો આત્મા બંડ કરે છે. પણ એને અમુક ભાગ એ છે કે જે રદ કરાવવાને માટે હું પ્રાણ પાથરવાની ફરજ સમજું. બાપુ કહે : * ના, એવી સરખામણી મારાથી ન કરાય. અને તે તો જરૂર એમ મનાય કે આને આખો ચુકાદો રદ કરાવવા છે, પણ આનું બહાનું શોધ્યું છે. આખા રદ કરાવા છે એ વાત સાચી, પણ બધી વાતો મેળવી શકાય કે કેમ એવા ગઈ રાત્રે ઘડીક વાર વિચાર કરીને તે વિચાર છોડી દીધા.' સાંજે એ જ વાત નીકળી : “ મારાથી બીજી વાત ભેળવાય જ નહીં. એ તો ધમની સાથે રાજકારણ ભેળવવા જેવું થાય. ને અહીં બન્ને મુદ્દા ભિન્ન છે.” પછી કહે : “ બધી વાતો મેં મારા મનમાં ફરી ફરી વિચારી લીધી છે. એક વાત હમણાં સુઝે છે તે મારા મનમાં નથી આવી ગઈ એમ નડી'. એ બધા વિચાર કરીને જ આ નિણ ય ઉપર આવ્યો છું. મુસલમાનોને અને બીજાઓને અલગ મતમંડળ આપ્યાં છે તેમાંથી ભયંકર પરિણામ આવવાનાં છે. અંગ્રેજોની સાથે ભળીને બધે એ હિંદુઓને દબાવવાના એ બધું સાચું. પણ એ બધાને ૩ ૬ ૭

Gandhi Heritage Portal

૩૬૭