પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભારે મૂઝાયેલા હતા. આજે બાપુએ બહુ કાગળો લખ્યા. આશ્રમની ટપાલ ઢગલે લખી. એમાં છગનલાલ જોષી ઉપરના કાગળ જોકે સત્યાગ્રહનાં શાશ્વત સૂત્રો રજૂ કરે છે, પણ તેમની વર્તમાન મનોદશાનો પણ સૂચક છે. (જોષીના કાગળમાં આસપાસના વાતાવરણ ઉપરથી ઊપજતી નિરાશા અને ઘણાં કામને પહોંચી વળવાની અધીરાઈ હતી.) આ રહ્યો તે કાગળ :

  • શરીર બગાડવાનાં અનેક કારણોમાં એક કારણ અધીરાઈ છે. મન પહેલું અધીરું બને છે, પછી શરીર બને છે. પણ * અધીરા સો બાવરા ધીરા સો ગંભીર ' એમ અનુભવવાક્ય છે. જગત સળગે તે કાંઈ આપણે અધીરાઈથી ઠારી શકીએ ? આપણે ઠારવાનું જ કયાં છે ? મેટા ભડકો થાય ત્યારે બંબાવાળા ભડકા ઉપર પાણી છાંટતા જ નથી તે જાણો છો ? તે આસપાસના ભાગને જ સંભાળે છે. અને એટલું કરે તો તે કર્મકુશળ એટલે યોગી ગણાય. આપણે પોતાનું કર્તવ્ય કરીએ એટલે આખા અગ્નિ એલવ્યા બરાબર છે. જોવામાં ભલે તે એકલવાયા ન લાગે પણ તે એલવાયા જ જાણવા. સત્યની શોધ કરતાં કરતાં મને તો બીજું કાંઈ જડયું નથી ને હવે પછી જડે એમ પણ લાગતું નથી. જો આ બરાબર ન હોય તો સત્ય આચરણ અને સત્યને આગ્રહ અશક્ય થઈ પડે. આગ્રહ એને જ હાય જે શક્ય છે. ચંદ્રમામાં રહેલા પર્વ તો ઉપર હવાનો આગ્રહ રાખે તે શેખચલીમાં ખપે. કેમ કે તે અશકય છે. તેમ જ આપણા કર્તવ્યને વિષે છે. અને સહુને ખરું જોતાં પોતાનું કર્તવ્ય જડેલું હોય છે. કેમ કે તેને દૂર નજર કરવાની હોતી નથી. નાકની અણી લગી જ નજરને મોકલવાની છે. પગની આગળ પડેલો કચરો કાઢવાનું છે. કાઢતા જશે તેમ તેમ બીજો નજરે ચડતો જશે ને કાઢતા જશે. ભલેને જિંદગીને અંતે તે ખૂટો ન લાગે. જિંદગીનો અંત કયાં છે ? શરીરના અંત છે તેની શી ફિકર ? અને જિંદગીનો અંત નથી તે કુચરાના અંત આપણે ન જોઈ એ તેથી થાક ન લાગ જોઈ એ. દરજીના છોકરા જીવે ત્યાં લગી સીવે. હાથમાં સાય હાય ને છેલ્લે બગાસું ખાય તો તે કર્તવ્યપરાયણ ગણાય.”

એવા જ વિષય ચર્ચાતા બીજો કાગળ બાળકણને હતો : “માયાને શું કરાચાર્ય કઈ રીતે માનતા તે હું નિશ્ચયપૂર્વક નથી જાણતો. હું આમ માનું છું : જે રીતે આપણે જગતને માનીએ છીએ, જોઈ એ છીએ તે આભાસ છે, આપણી ફ૯૫ના છે. પણ જગત પાતાને રૂપે તો છે જ. એ કેવું છે. તે આપણે નથી જાણતા. બ્રહ્મ છે એમ કહેવાની સાથે જ તેને નેતિરૂપે વર્ણવીએ છીએ. જગત પણ બ્રહ્મ છે. તે બ્રહ્મથી જુદુ નથી. જે જગુદાપણું આપણે જોઈ એ છીએ તે આભાસમાત્ર છે. ૩૭૧

Gandhi Heritage Portal

૩૭૧