પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મારો અભિપ્રાય એવા છે કે આપણા આયુષ્યનું માપ લાંબુદ્રકે થઈ શકે છે. વસ્તુતઃ પ્રત્યેક દેહ પિતાના બધા ધર્મની સાથે ઉત્પન્ન થાય છે. તે ક્યા તે આપણે જાણતા નથી. તે જાણવાની આવશ્યકતા નથી. 66 કાળના વિભાગ મનુષ્યકત છે અને તે કાળચક્રમાં રજકણથીયે નાના છે. આપણી ગણનાના કે રાડો હિમાલય એકઠા કરીએ તાય તે કાળચક્ર કરતાં નાના છે. એટલે મનુષ્યના હાથમાં છે તે નહીંવત્ છે. ભલે તેમાં તે મહાલે. - $સ્વમાનાં ભૌતિક કારણે તે અસંખ્ય છે. સ્વમમાં સ્વમનું મિથ્યાત્વ જોઈ શકાય છે એમ મને લાગ્યું છે. એ કદાચ જાગૃતિ અને સ્વમાવસ્થાના સંધિકાળ હોય. સ્વમાષ કેટલીક વાર કેવળ યાંત્રિક કારણથી વિનાવિકારે થાય છે. તેનું નિવારણ ખોરાકના ફેરફારથી થાય. ઘણે ભાગે તેનું કારણ બંધકોષ હોય છે. દૂધથી સ્વપ્રદોષ થાય છે તેમાં ઘણે ભાગે વિકાર કારણ હાય છે, કેમ કે દૂધ વિકારોત્તેજક" છે. પણ તમને તે લાગુ ન પડે. એટલે કે જેનાં શરીર નંખાઈ ગયાં છે તેને દૂધ વિકાર પેદા કરવા સમર્થ નથી. ભલે પછી તે વિકારી પુરુષે લીધેલું હાય. જેનાં શરીર નખાઈ ગયાં છે તેને પાષણ આપવામાં જ દૂધની બધી શક્તિ વપરાઈ જાય છે. દા. રજબઅલી કહે છે એ અમુક મર્યાદામાં સાચું છે. શરીર અને મને સાવ નીરાગી હોય તે દા. રજબઅલીના કથનને એળગી જાય છે. - ૧૬ જ્ઞાની પુરુષના સ્વભાવમાં લાકસંગ્રહ આવશ્યક છે. એને અપવાદ જ ન હોય. “ મન નિર્વિચાર કેટલી મુદતને સારુ હું રાખી શકુ એ કહી ન શકું . કેમ કે એવું માપ મેં કાઢી નથી જોયું. પણ આટલું જાણું છું કે મારા મનમાં નકામા વિચારો સ્થાન લઈ ન શકે. આવી જાય તો તેને ચારની જેમ ભાગવું પડે છે.” દંભ એ તો કેવળ અસત્યના પોશાક છે.” અનેકને લખ્યું : “ સંબંધીના કાગળની હંમેશાં આશા રાખું. તમે, મને એક કાગળ વિના ન રાખે. તમારા કાગળની ચાતક જેમ મેધરાજાની રાહ જુએ તેમ જોતા હતા.” મથુરાદાસને યાનિક સીવણ ઉપર લંબાણથી : “ યાજ્ઞિક સીવણની ક૯૫ના ગરીબોને ખાદી સીવવાનો ઉદ્યોગ આપવાને અર્થે નથી. પણ ગરીબાએ વણેલી ખાદી વગર ખાટે ઝપાટાબંધ ખપાવવાને સારુ છે. માંથી લાગતી ખાદી સાંઘી કરવાને સારુ છે.” ખારાક વિષે પણ લંબાણથી લખ્યું, અને છેવટે વ્રત વિષે : “ વિકારનું પણ ચિંતન ન કરશો. અમુક વસ્તુનો નિશ્ચય કર્યા પછી તે થાળે પડી સમજવી ૩૭૨

Gandhi Heritage Portal

૩૭૨