પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જોઈએ. વતનો અર્થ જ એ છે કે જે વસ્તુનું વ્રત લીધું છે તે વિષે આપણું મન જ શાકાતું બંધ થયું. વેપારી અમુક વસ્તુને સાદો કરે, પછી જેમ તેને વિચાર નથી કરતો અને બીજાનું ધ્યાન ધરે છે તેમ વતનું છે.” . . .ને : ૧ ** જાહેરમત એટલે જે સમાજના મતની આપણને દરકાર છે તેનો મત. એ મત નીતિની વિરુદ્ધ ન હોય ત્યાં લગી તેને માન આપવાનો ધર્મ છે. ધાબીના કિસ્સા ઉપરથી શુદ્ધ નિર્ણય કરવો મુશ્કેલ છે. આપણને તો અત્યારે તે ન જ રુચે. એવી ટીકા સાંભળીને પોતાની પત્નીનો ત્યાગ કરનાર નિર્દય અને અન્યાયી જ ગણાય. પણ રામાયણમાં કવિએ એ કિસ્સો કેવી દૃષ્ટિથી ગાઠવ્યા છે એ હું નથી કહી શકતો. આપણે તે પંચાતમાં પડવાનું કામ નથી. હું તો એ ભાંજગડમાં જ ન પડું. રામાયણ જેવાં પુસ્તકાને પણ હું એવી દૃષ્ટિથી નથી વાંચતા. છોકરીઓની સાથેની મારી છુટથી આશ્રમવાસીને આઘાત પહોંચે તે મારે તે ક્ટ લેતાં બંધ થવું જોઈ એ, એવી મારી માન્યતા છે જ, એ ટ લેવાનો કોઈ સ્વતંત્ર ધર્મ નથી, ન લેવામાં નીતિના ભંગ નથી. પણ એવી છૂટ ન લેવાથી છોકરીઓ ઉપર ખાટી અસર થાય તો હું આશ્રમવાસીને સમજવું ને છૂટ લઉં. છોકરીઓ જ મને ન પડે ત્યારે જોઈ લેવાનું મારું કામ હાય. હું જે છૂટ જે પ્રકારે લઉં' તેની નકલ તો કેઈથી ન થાય. એ વસ્તુ સ્વાભાવિક થઈ પડવી જોઈએ. આથી મારે છૂટ લેવી છે એવા વિચાર કરીને કૃત્રિમપણે કેાઈ લઈ શકતું નથી. અને જે તે એ ખાટું જ ગણાય. મૂળ વાત એ છે કે જે વિકારવશ થઈને નિર્દોષમાં નિર્દોષ લાગતી છૂટ પણ લે તે ખાઈમાં પડે છે, ને બીજાને નાખે છે. આપણા સમાજમાં જ્યાં લગી સ્ત્રીપુરુષના સંબંધ સ્વાભાવિક નથી થયો ત્યાં લગી અવશ્ય ચેતીને ચાલવાની જરૂર છે. આ બાબતમાં બધાને લાગુ પડે એવા કોઈ રાજમાર્ગ નથી. તારી પોતાની રીતભાતમાં ઘણું અણુધડપણું રહેલું જ છે. તારી સ્વાભાવિક નિર્દોષતા તને બચાવે છે. પણ તેનું અભિમાન તું કરે છે અને તેને હઠપૂર્વક પકડી રાખે છે એ બરાબર નથી જ. એમાં અવિચાર છે. આજે તેને ગેરલાભ તને જાતા નથી, પણ કોઈ દહાડો પસ્તાવું પડે ખરું. અભિમાન કેાઈનું નથી ટકયું. લૌકિક મર્યાદામાત્ર ખરાબ છે એમ કરીને સમાજ ઉપર આધાત ન પહોંચાડાય.” - બાને લખ્યું : “ હવે તો તું છટશે. પણ મને નહી મળાય એનું તને દુ:ખ થશે, મને તો છે જ, તારે ખાતર પણ છૂટ લેવાનું મન થાય. છતાં એ ન શાભે એમ તું પણ માનશે. આપણું જીવન ત્યાગથી જ ઘડાયેલું છે. એટલે શાંતિ રાખજે. મને બરાબર લખજે.” ૩૭૩

Gandhi Heritage Portal

૩૭૩