પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ વસ્તુની આજે ખબર પડે તો શું કરી શકે ? થોડા દહાડાની જ વાત છે ના ? મને તો લાગે છે કે માલવીજી અને રાજાને પણ આ વાતથી થાડા આઘાત આપવાની જરૂર છે. રાજા તો એટલી તેજસ્વી બુદ્ધિના છે કે એને તરત જ ખબર પડી જશે કે આ માણસે આ પગલું કેમ લીધું ? એ વસ્તુ એવા આઘાતથી જ સમજાઈ જાય. જીએની આ કાગળમાં મેં કશી દલીલ જ નથી કરી. નહીં તો શું હું એક મોટું તડામતનામું નહોતા બનાવી શકતા ? પણ મેં તો આ એક વસ્તુ લીધી અને એને માટે જાત ખપાવી દેવી છે. આ જિંદગી વધુ ઉદાત્ત હેતુ માટે અનામત રાખી હતી પણ આ પ્રસંગ આવ્યો. હવે શું થાય? અને આ સત્યાપ્રહ તો થાડે જ કોંગ્રેસીઓની સામે છે ? એ તો બાપડા જેલમાં પડેલા છે. આ સત્યાગ્રહ તો બિનકેંગ્રેસીઓની સામે છે, કે તેઓ શું કરી રહ્યા છે તે એમને સમજાય. જુઓને આજે કયાંય અંત્યજોની સાથે જે કરવામાં આવ્યું છે તે કોઈ જુએ છે ? એ જડતા પણ મને હેરાન કરી રહી છે. એ જડતા આવાં પગલાં સિવાય શી રીતે ઉડાડી શકાય ? અંત્યોને અલગ મતમંડળ આપવાથી શું થાય એના વિચાર જ મને ધ્રુજાવી રહ્યો છે. બીજી ગમે તેટલી કારને અલગ મતમંડળ આપે એને પહોંચી વળી શકે એમ છું, પણ આ લોકોને પહોંચી વળવાને મારી પાસે બીજો ભાગ નથી. અંત્યજે પણ બિચારા કહેશે, આ માણસ તો અમને ચાહનાર છે, એ શા સારુ અમને થોડા વધારે હકક મળે છે તેમાં સત્યાગ્રહ કરતા હશે? અમે જુદા મત આપવાના પણ એની સાથે રહીને આપવાના છીએ ના ? એમને શી ખબર પડે કે આથી તે હિંદુઓમાં બે ભાગલા પડશે, અને છરા ઊછળશે, મારામારી કાપાકાપી થશે, અંત્યજ ગુડાઓની સાથે મુસલમાન ગુડાએ ભળશે અને હિંદુઓના ટકા કરી નાખશે ? આ બધું સરકારે નહીં ક૯યું હોય? હું માનતા જ નથી કે એ વસ્તુ એની કલ્પનાની બહાર હતી. અને જાણે કાંઈ બાકી હોય તેમ એમાં અર્વિનને ભેળવ્યો. કેર્બરી કહે કે અવિન ન હોય ત્યાં અમને સંતોષ ન થાય; એ ખ્રિસ્તી અવિને આવીને આ કરવામાં ભાગ લીધા ! “ નહીં, વલ્લભભાઈ, આ વસ્તુની પહેલેથી જાણ થવામાં કંઈ લાભ નથી, બધું ચૂંથાઈ જાય, અચાનક ભડાકા થાય એ જ બરાબર છે. હા, તમને એમ લાગતું હોય કે આ તો ભયાનક ભૂલ થઈ છે તો જુદી વાત છે. જોકે તમે તો બંને એમાં ભળેલા છો એટલે તમારી જવાબદારી ખરી, પણ છેવટે તો મારી જ જવાબદારી છે, કારણ મને જે ઊગી ગયું એ કહ્યું, આ વસ્તુ જ એવી છે કે એમાં કોઈની સંમતિની જરૂર ન હોય. મુંબઈનાં રમખાણાને માટે મેં ઉપવાસ કર્યો ત્યારે દાસ અને નેહરુએ મને કહ્યું ૩૭૫

Gandhi Heritage Portal

૩૭૫