પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હતું જ છે કે અમને પૂછળ્યા વિના તારાથી આ કેમ થાય ? મેં એમને સમજાવેલું કે ભાઈ, આ કેંગ્રેસી તરીકે નહી પણ માણસ તરીકે કરી છું. અમુક ધર્મ હું પાળું છું, અને તેને અનુસરીને આ કરવું પડે છે, હકીમજીને હિંદુમુસલમાન ઉપવાસ વખતે પણ આ જ વાત મેં કહેલી. આ વખતે પણ આ પ્રશ્ન મારી પાસે કેવળ ધાર્મિક છે, એમાં રાજકાજની જરાય ગંધ નથી. | ‘ મૂંઝવણ તો થશે. બિચારા કંપવાળાએાનું શું થશે ? પણ એ બધાને આપણે પહેાંચી વળશું. એ લોકોને કહીશું કે ખબરદાર ઉપવાસ કર્યો છે. સરકારને પણ આપણી સામે કહેવાપણું રહે એ ઉપવાસ તદ્દન કૃત્રિમ થઈ પડે. તમારો સમય આવે ત્યારે ઉપવાસ કરજોની ! સામુદાયિક ઉપવાસ ન થઈ શકે એમ નથી. હિંદુમુસલમાન’ આગ લાગી હોય તે વળા હિંદુઓને રાકળ્યા હોય, અને પછી તમારાથી કશું થઈ શકતું ન હોય તો તમે સામુદાયિક ઉપવાસ આદરી શકે છે. મેં પોતે પણ હિંદુમુસલમાન સવાલ વિષે હાથ ધરાઈ નથી નાખ્યા. પણ હું જોઉં' છું કે હિંદુ કામ મારી સાથે હજી નથી, એને હજી મારવાનો ચડસ છે, ત્યાં સુધી મારાથી કાંઈ નહીં થાય. જે એ લોકો મારી સાથે અહિંસક બને તે આવા ઉપાય લઈને એવા ઝઘડાઓના તે અંત આણું. નહીં', તમે અકળાએ નહીં, સમજપૂર્વક માને કે આ વસ્તુ એના કાળે જણાઈ રહેશે, એ જ બરાબર છે.” ગૃહસ્થાશ્રમી તરીકે બાપને એમના ઉત્તમ સ્વરૂપમાં જોવા હોય તો જુઓ આ કાગળ પુત્રવધૂ સુશીલાને લખેલા : ૨૨-૮-રૂ ૨ e “તને આળસુને તારા બે પાનાંનો કાગળ લાંબો લાગ્યા, ત્યારે મને તો જરાક જેટલો લાગે છે. તને ખબર છે કે મારા ભાઈને હું જયારે વિલાયતથી કાગળ લખતા ત્યારે વીસ પચીસ પાનાં ભરતો છતાં તે કાગળ ટૂંકા લાગતો ? ભાઈને પણ મોટા લાગશે ને વાંચવાની તકલીફ પડશે એવું ન થતું; પણ તેને તે ગમશે તેવી ખાતરી હતી. અઠવાડિયામાં જે કર્યું હોય, જેને મળ્યા હોઈ એ, જે વાંચ્યું હાય, જે દોષો કર્યા હોય એ બધું લખવામાં પાનાં ભરાઈ જાય, એમાં શી નવાઈ? અને વળી તે પણ ભાઈને જ લખવાનું એટલે જેટલું હોય તેટલું તેમાં ઠાલવવું. પણ તું એક લીટીમાં પતાવનારી છટા અક્ષરે પચાસ લીટી લખે ત્યાં તો બહુ જ લાગે એવી શાહજાદી. ભલે, તું તારે મણિલાલ ઉપર ૩૭૬

Gandhi Heritage Portal

૩૭૬