પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંકુશ રાખ એટલે બસ છે. મણિલાલ તો ભેળા છે, તું ગંભીર છે. એમ જાણીને તો તને પરણાવી છે. લોકોની તારી પરીક્ષા સાચી જ હોય એમ માનું છું. હજી જરા વધારે અંકુશ રાખજે. એમ ન માનતી કે એ પતિ થયા એટલે તેને કહી દીધું એટલે બસ. સાચી પત્ની પતિના કાન ઝાલીને તેને ખાડામાં પડતા રોકે. એ બધું તારા હાથમાં છે એમ હું માનું છું. મણિલાલ સાથે મારે કરાર છે કે એ તને દાસી ન ગણે પણ સહચરી, સહધર્મિણી, અર્ધાગના ગણે. એટલે તમારા બન્નેના એકસરખા હક એકબીજા ઉપર છે. તારામાં અંતરજ્ઞાન વધારે છે એટલે અંશે એ ક્ષેત્રમાં તારા હક વધારે. મણિલાલને સંચ ચલાવતાં વધારે આવડતો હશે એટલે તેમાં તેના હક વધારે પાણીના ઉપચાર તે વધારે જાણે એટલે તેમાં તેનો ભલે વધારે.” આજે ૨૦મી સપ્ટેમ્બરના પગલાને વિષે કેટલાક પ્રશ્નો લખી કાઢેલા બાપને બતાવ્યા, અને તેમની પાસે લેખી કાંઈક માગ્યું. બાપુ કહે : “ હું માટેથી જવાબ આપુ, અને તને પછી જેટલું પચે તેટલું લખી નાખ. એમાંના કેટલાક સવાલ એવા છે કે જેનો વિસ્તારથી જવાબ આપેલે પણ પાર ન આવે.” એમનું કેટલુંક કહેલું આજે નાંધી લઉં છું : હારના કાગળમાં લખેલી એ બાબતે — દમન વિષેની અને અલગ મતમંડળની - ભિન્ન ભિન્ન પ્રકારની છે. એટલે એમાં સરખામણી હાઈ જ ન શકે. બાપુના પોતાના વિચાર પ્રમાણે તે તેમને દમનની બાબતમાં સત્યાગ્રહ કરવાના આવે તો વિચાર થઈ પડે, જ્યારે આ બાબતમાં વિચાર જ નથી કરવા પડતા. એ તદ્દન સ્વાભાવિક છે, એ વિના આરે જ નથી દેખાતા. ૮૮ બહાર હોત ઉપવાસ કરવાના પ્રસંગ કદી આવત જ નહીં, એમ નહીં, પણ બહાર રહીને તો મેં પ્રચંડ આંદોલન કર્યું હોત અને એ વસ્તુને અશકય બનાવી મૂકી હોત. આ ઉપવાસ સરકારની સામે નહીં પણ મુસલમાની સામે છે, હિંદુઓ સામે છે, અને અંગ્રેજ પ્રજા અને બીજા ઘણાને જાગ્રત કરવાને માટે છે. જેની સામે ઉપવાસ કરવા પડે તે એ પગલાને સમજી શકે એવું હોવું જોઈએ એ આવશ્યક નથી. ધારો કે આજે મને ખબર મળે કે મુસલમાનો આવીને આશ્રમમાંથી કેાઈ કરીને ઉપાડી ગયા છે તો જરૂર હું અહીં બેફાં અનશન આદર્યું, અને સરકારને કહ્યું કે મારા આ પગલાની મુસલમાનોને ખબર આપો અને કહેજો કે જે કામનું મેં કદી મૂ ડું ઈછયું નથી, જેને માટે પ્રાણ આપવાનો પ્રસંગ આવે તો પ્રાણ આપવા તૈયાર થાઉં” તે કામ આ સાંખી શકે છે તો મારે બીજો ઉપાય રહેતા નથી. આજે અસ્પૃશ્યો ભારે આફતમાં આવેલા છે. એ કાઈ ३७७

Gandhi Heritage Portal

૩૭૭