પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સમજતું નથી એ, સ્થિતિને વધારે દુ:ખદ કરે છે. મને જે દિવસે છોડવામાં આવે તે દિવસે તે સ્થિતિ તદ્દન ને સુધારી શકાય એવી થઈ ગયેલી હાય, કાં તો ઢગલે અસ્પૃશ્ય મુસલમાન થઈ ગયેલા હોય, કાં તે સનાતનીઓ એને સારી પેઠે સિસકારીને કનડતા હોય અને વધારે કચરી નાખ્યા હોય. અને આપણે છૂટીએ ત્યારે થવાનું પૂરેપૂરું થઈ ચૂકેલું હોય. મને તો આ વસ્તુ આખા ચુકાદામાં એટલી ભયાનક લાગે છે કે, ચુકાદાના બીજા બધા ભાગ બહુ સારા અને સ્વીકારી શકાય એવા હોત તોયે આની સામે હું આવું પગલું લેવાને તૈયાર થાત.” ગઈ કાલની વાતના બાપુના કેટલાક ઉદ્ગાર હંમેશને માટે યાદ રહેશે : મને લાગતું જ નથી કે અહી મારું જીવન નિરર્થક . ૨૨-૮-'રૂ ૨ જાય છે. અહીં બેઠાં બેફાં હું ઘણું કામ કરી શકુ છું, ધણાંને દોરી શકું છું. એક પળ નિરર્થક જતી નથી. સાંસારિક મૃત્યુ શબ્દ કેવળ સરકારે આપણને જે કારણસર પૂરેલા હોય તે કારણ પરત્વે જ છે, બાકી તે સિવાયની બાબતમાં તો આપણે જેટલું કામ કરવું હોય તેટલું કરી શકીએ. ડોક્ટર મહેતાની બાબતમાં જો હું બધાને મળી શકે તો પૂરેપૂરો ફડચા કરી આપું. આશ્રમને દોરી રહ્યો છું એ તો તમે જુએ છે.” a એ જ દૃષ્ટિએ ઘણાય કાગળ લખાય છે. કેંપ જેલના ધણા કાગળો ધાર્મિક શંકા અને પ્રશ્નોવાળા હોય છે. દરબારીએ પૂછેલું : “ઇ અમસ્થા વિચાર બાજારૂપ છે, પણ કંઈ ક્રમ જ એવો લાગે છે કે, અમુક કાળ માણસમાત્ર વિચારમાં - કુપનામાં રમે છે, પણ સત્યશોધક તેને પણ અનુભવ થયે નીકળી જાય છે. નિષ્કામકમથી ચિત્તની શુદ્ધિ થાય છે એ સાચું, પણ અમુક ચિત્તશુદ્ધિ થયા પછી સાધકને આંતરિક ક્રિયાનું અવલોકન કરવું રહે છે ના ? સાધકને અમુક કાળ સ્વસ્થ બેસી એમાં ગાળવાની આવશ્યકતા રહે છે કે નહી ? યા માત્ર કર્મથી જ એનો ઉકેલ આવી જાય છે ? બુદ્ધ ભગવાને પ્રવૃત્તિ નિવૃત્તિનું મિશ્રણ એ જ કારણે શાયું. આપે કર્મ ચાગને જ રાજમાર્ગો બતાવ્યો છે. પણ માત્ર એનાથી જ માણસ આત્માની ક્રિયાને સમજી જાય છે ? ? - બાપુએ લખ્યું : 66 એમ કહેવું કે માણસ કેટલાક કાળ નકામા વિચારો કરવામાં ગાળે છે. એ ક્રમ છે, એ મને બરાબર નથી લાગતું. એમાં એક પણ અપવાદ હોય તો એ ક્રમ છે એમ નહીં' કહી શકાય. અને અપવાદો તો ધણા આપણી નજરે આવે છે. એટલું ખરું કે અસંખ્ય માણસો ३७८

Gandhi Heritage Portal

૩૭૮