પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુ : ૮ પણ જુઓની, આ ખાટલા કેટલા સ્વચ્છ રહી શકે છે ? ” વલ્લભભાઈ: * તમેચે ખરા છો! એના ઉપર તો ચાર નાળિયેર ચાર ખૂણે બાંધવાનાં બાકી છે. એવા અપશુકનિયે ખાટલા નહીં ચાલે. એના ઉપર પાટી કાલે ભરાવી દઈશ.” બાપુ: “ ના વલ્લભભાઈ, પાટીમાં ધૂળ ભરાય, પાટી દેવાય નહીં; આના ઉપર પાણી રેડવું કે સાફ.” - વલ્લભભાઈ: “ પાટી ધાબીને આપી કે બીજે દિવસે ધોવાઈને આવે.” બાપુ : “ પણ આ તો દેરી ઉખેડવી ન પડે, એમ ને એમ ધાઈ શકાય.” હું : “હા, બાપુ એ તે ગરમ પાણીએ ઝારી શકાય, અને એમાં માકણું પણ ન રહી શકે.” વલ્લભભાઈ : “ ચાલે હવે તમે મત આપ્યો. એ ખાટલામાં તો ચાંચડમાકણ એટલા થાય કે વાત ન પૂછે.” બાપુ : “ હું તો એના ઉપર જ સુઈશ, ભલે તમે એ ન મંગાવતા. મારે ત્યાં તો બાળપણમાં આવા જ ખાટલા વપરાતા એ યાદ છે. મારી બા તો એના ઉપર આદુ ઘસતી.” ! હું : “ એ શું ? એ તો હું ન સમજ્યો .” બાપુ : ૬ આદુનાં અથાણાં કરવાં હોય ત્યારે આદુને છરીએ સાક ન કરતાં આના ઉપર ઘસે એટલે છોતરાં બધાં સાફ થઈ જાય.' વલ્લભભાઈ : « તેમ જ આ મૂઠી હાડકાં ઉપરની ચામડી ઉખડી. જશે. એટલે જ કહું છું કે પાણી ભરાવો.” e બાપુ : અને પાટી તે ઘરડી ઘોડી ને લાલ લગામ જેવું થઈ પડશે. આ ખાટલા ઉપર પાટી શોભે નહીં'; એના ઉપર કાથા જ શોભે. અને પાણી રેડીએ એટલે બિલકુલ ધોવાઈ જાય, જેમ કપડાં ધોવાય. એ કેવું સુખ ? વળી કાથી કાઈ દિવસ સડવાના નહીં ! ' . વલ્લભભાઈ કહે : “ વારુ ત્યારે મારું કહ્યું ન માનો તો ભલે.” ખાટલે બાપુએ વરંડા ઉપરથી નીચે લેવરાવ્યા. નીચે લીધા પછી વલ્લભભાઈ કહે : << પણ વરસાદ આવશે તો? બાપુ : “ તો ઉપર લઈશ.” વલ્લભભાઈ : “ તતો દુ:સ્વતર વિમ્ ? ” બાપુ : “ એ તો હું જાણતો જ હતો કે આ ગ્લેકને ઉપયોગ કરવાને માટે જ તમે આ સવાલ પૂછે છે.” .૩૮૧

Gandhi Heritage Portal

૩૮૧