પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે જનમાષ્ટમી એટલે સરધસ આવ્યું નહીં. જેલની રજા. આજે બાપુ કહે : “ હવે તમે તૈયાર રહેજે હો, ખસેડ્યા હશે ૨૪-૮-'રૂ ૨ તો એમ જાણો કે આવ્યું જ છે.” મેં કહ્યું : “ એ તો સાપે છછુંદર ગળ્યા જેવું છે. તમને અંદર રાખીને ઉપવાસ કરાવવા એ તો વસમા છે જ. બહાર રાખીને ઉપવાસ કરાવવા તે પણ વસમા છે.' વલ્લભભાઈ : ૬ પણ એ હોય એ જ એ લોકોને વસમી વાત છે તો ! એમને તો છેવટ સુધી લડી લેવું છે. એટલે આ વખતે કશું કરતાં પાછું વાળીને જોવાના નથી. મરવાના હોય તે ભલે મરે, જોઈ લેશે.” બાપુનું કામ તો જાણે કશુ ન બન્યું હોય તેમ ધમધોકાર ચાલે જાય છે. આજે ૨૨ કાગળે નાનાંમોટાં પાનાંના હાથે જ લખ્યા. ટપાલ ચઢેલી હોય તે કેમ સહન થાય ? એમાંના ઘૂણા કાગળ તા ડો. મહેતાના મરણથી ઊભી થયેલી પરિસ્થિતિના ઉકેલને અંગે હતા. પણ કાક બાળકોને પણ હતા. વિલાયતમાં એસ્થર મેનન રહે છે. તેની સાતઆડ વર્ષની છોકરીએ કાગળ લખેલો. તેની સાથે તેની અંગ્રેજ બહેનપણીઓએ કાગળા લખેલા. એક તો ચાર વરસનીએ લખેલું કે “મારી મા કહે છે કે તમે બહુ સારા માણસ છે એટલે અમે કાગળ લખીએ છીએ. તમે અમને લખજો.’ બીજીએ લખેલું : અમે લડાઈ અટકાવવાને માટે કામ કરીએ છીએ, દીવાલચિત્ર બનાવીએ છીએ. ઈશ્વર તમારું ભલુ કર.” એમને બાપુએ લખ્યું ( એમાં પણ બાપુને રાતદિન ચાલતો અહિંસાપ્રચાર તો હતો જ ) : "My Dear Little Friends, "I was delighted to have your sweet notes with funny drawings made by you. You do not mind my sending one note for all of you. After all you are all one in mind, though not in body. Yes, it is litele children like you who will stop all war. This means that you never quarrel with other boys and girls or among yourselves. You cannot stop big wars, if you carry on little wars yourselves. How I wish I was there co celebrate Nani's and Amma's birthday. May God bless you all. My kisses to you all, if you will let me kiss you and Nani will pass on my love to Esther. Won't she?" ૩૮૨

Gandhi Heritage Portal

૩૮૨