પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ કહ્યું. આનો ફરી વિચાર ન કરી શકાય ? સરકારની સાથે પત્ર વ્યવહાર કરીને શંકાસ્પદ મુદ્દાઓ સમજી લે. બાપુ કહે : “ સરકારે મામ રાખ્યા નથી. મેં એને છ માસ આગળ નોટિસ આપી હતી.” પેલો કહે : કાંઈ કાયદાથી એમાં ફેરફાર કરાવી શકાય, પણ આવું ઉગ્ર પગલું લઈને અમને પણ મુશ્કેલીમાં શા સારુ મૂકા છો? તાર તમારા મેં તે જ દિવસે સાંજે પહોંચાડેલો અને બીજે દિવસે એ આખા કાગળ વિલાયત તારથી મોકલવામાં આવ્યા હતા એટલી તમને ખબર આપું છું.” બાપુએ કહ્યું : “ આજે હું મેશ કરતાં પણ વધારે મીઠાશથી વાત કરતો હતો: ‘તારે જે બાબત મને લખવું હોય તે બાબત લખજે.” ઈ. ઈ. કદાચ એને હશે કે હવે કેટલા દહાડા છે એમ કરીને આટલી મીઠાશ બતાવી હશે !” કહીને બાપુ હસ્યા. સિવિલ સર્જન વિષે કહે : ** એ માણસને આપણે અતડે કરીને કાઢી નાખ્યા હતા, પણ એમ નથી. માણસ સરસ લાગ્યો. એની આંખ મેં ઘણો વખત જોયાં કીધી, એમાં મને ભલમનસાઈ લાગી. ડેઈલ આટલા સારા છે, પણ ભરાડી છે. આ માણસ ભરાડી નહીં લાગે. એની વાતા – દરદીઓ વિષેની, અહીંના લોકોના દાંતમાં ૮૦ ટકા પાયેરિયા હોવાનું, ઉત્તરમાં તે ન હોવાનું કારણ ખોરાક છે, વગેરે. અહીંના છોકરા પુસ્તકજ્ઞાન બહુ જાણે છે, પણ પ્રત્યક્ષ કાર્ય માં શૂન્ય. સુવાવડના કેસ થઈ ગયા કે પછી તેને છોડી પાછા જેવા જાય જ નહીં. પછી કહે, પણ એ છોકરાઓને કવી મુકેલી છે ? અમે નાનપણથી ગ્રીક-લૅટિન જાણીએ, બધા શબ્દો પરિચિન જેવા હોય. આ છોકરાને પગલે પગલે ડિકશનરી જોવી પડે, અને યાદ રાખવાની કેટલી મુશ્કેલી.” આજે મેજરને બાપુએ બા અને કાકા ઉપરના કાગળે અડવાનીને | મેકલવાને આપ્યા. બાની વાત નીકળતાં બાપુએ કહ્યું ર૭૮-'રૂ ૨ કે ૧ એનું વજન ૧૬ રતલ ઘટી ગયું છે એમ સાંભળ્યું છે, પણ એ અતિશયોક્તિ છે. કારણ એમ હોય તો એ હાડપિંજર થઈ જાય.” મેજરે કહ્યું : “એ વાત સાચી હશે. કારણ અડવાનીએ મેજર ડ્રોઈલિને લખ્યું હતું કે એમનું વજન ઘટતું જાય છે અને હું માખણ વધારે આપવાના આગ્રહ કરું છું પણ લેવાની સાફ ના પાડે છે. એટલે ડોઈ લે લખ્યું કે ન લે તો પરાણે થડ જ લેવડાવી શકશે ? તમારે તે દાક્તર તરીકે જે કરવું ઘટે તે કરવું.” સુપરિન્ટેન્ડન્ટે કહ્યું કે અમને બીજા નંબરનું અનાજ લેવાનો હુકમ છે પણ હું પહેલા નંબરનું જ લઉં' છું, કારણ કે આખરે બીજા નંબરનું ૩૮૪

Gandhi Heritage Portal

૩૮૪