પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનાજ માંધુ' થઈ પડે છે, કેદીઓની તબિયત બગડે છે અને દવામાં ખર્ચ થાય છે. ' રેસિંગ વિષે બાપુએ એક વાર થોડા દહાડા ઉપર સુપરિન્ટેન્ડન્ટને ભાષણ આપ્યું હતું. એણે બચાવમાં મિતાચારની દલીલ કરી હતી. બાપુએ કહ્યું હતું કે પશ્ચિમના દુર્ગાનું જ આપણે અનુકરણ કરતાં શીખ્યા છીએ. કેટલાંય કુટુંબને એમણે નાશ કર્યો છે એનો વિચાર કરતા જ નથી. છતાં કાલે પાછા લિજજતથી સુપરિન્ટેન્ડન્ટ એની વાત કરતા હતા. ફલાણાએ આટલું ખાયું, ફલાણાએ પોતાની શાખ ખાઈ, ફલાણાએ આખી મિલકત ખાઈ, વગેરે વગેરે. છતાં પોતે તો “મર્યાદામાં રમે છે ! અને એમાં ભારે મજા છે.' કાલે . . . બહેને . . .ની સાથે લગ્ન કરવાનો કાગળ મેક હતો અને અમારા ત્રણેના આશીર્વાદ માગ્યા હતા. બાપુએ ૨૮-૮૩૨ ત્રણે તરફથી આશીર્વાદ મેકલી લખ્યું : “ તમને અને . . ને અમારા ત્રણેના આશીર્વાદ છે. અમારી એવી આશા છે કે તમારું યુક્ત જીવન સુખી થશે; તમે બન્ને પૂરું આયુ ભોગવશા અને નિત્ય સેવાપરાયણ રહેશે. તે જ તમારા સંબંધ યેાગ્ય અને સફળ ગણાવો.” જીવતા પતિએ હિંદુ સ્ત્રીને લગ્ન કરવાની પરવાનગી બાપુએ આપ્યાનો અને એવા કિસ્સા હિંદુ સમાજમાં બુન્યાનો આ પહેલા જ પ્રસંગ છે. મિસ ઇલિઝાબેથ હાવર્ડ ઈંગ્લડની એક ફેલોશિપ સભાનું વર્ણન આપ્યું હતું, તેને લખ્યું : "This fellowship is a difficult thing. It can come only through constant practice in all walks of life and among all the different races and nationalities." ૬૮ બંધતા એ કઠણ વસ્તુ છે. જીવનનાં તમામ ક્ષેત્રમાં અને ભિન્ન ભિન્ન નતિઓ તથા રાષ્ટ્રો વચ્ચે ભાઈચારાના સંબંધનો સતત અભ્યાસ રહે તો જ એ આવી શકે છે.” a આશ્રમની બધી ટપાલ બાપુએ આજે બપોર થતાં પૂરી કરી લીધી હતી. (છતાં ૫૪ કાગળ હતા!) - બાળકબાળાઓના કાગળમાંથી : “ આશ્રમમાં જે શીખવાનું મળે છે તે બરાબર શીખી લેવું. મેટામાં મોટું શિક્ષણ સત્યનું છે એ યાદ રાખવું.” બંડનાં બીજ તો જ્યાં ત્યાં વાગ્યે જ જાય છે. જુએ આ કાગળ :

    • જેની સાથે સગાઈ થઈ છે તેનો ઇતિહાસ જાણી લેવી જોઈ એ. ન ગમે તો સગાઈ તોડવાનું કહેવું. પરણવાની ચોખ્ખી ના પાડતાં સંકોચાવું નહીં. પણ આ બધું તારે કરવું હોય તો ખાટી શરમ છોડવી જોઈ એ.

૩૮૫

Gandhi Heritage Portal

૩૮૫