પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વર્ણવ્યા છે. આવા દાખલાવાળાં નાટકોમાં એ દાખલા નકલ કરવા યેાગ્ય નથી એમ બતાવ્યું હોય તો તે ભજવવામાં કદાચ દોષ ન હોય. છતાં તું પૂછે છે એ બહુ વિચારવા યોગ્ય તો છે જ." નારણદાસભાઈ ને લંબાણથી લખ્યું : " મને આ પ્રશ્ન બહુ ગમ્યો છે. નાટકનું વલણ આ દોષને દોષરૂપે ઓળખાવવાનું હોય તો તે ભજવવામાં હું કાંઈ બાધ ન ગણું. એમ છતાં આવાં નાટક ભજવવાની યોગ્યતા વિષે મારા મનમાં શંકા તો છે જ. દોષિત કાર્યો મહાપુરુષોએ કર્યા હોય — પછી ભલે તે દોષને આપણે દોષરૂપે વર્ણવ્યેા હોય તોપણ -તેનું વર્ણન કરવાની આવશ્યકતા વિના એવાં કાર્યોને બાળકોની આગળ વારંવાર ધર્યા કરવામાં મને શ્રેય નથી લાગતું. કાર્યનો દોષ તેઓ ભૂલી જાય અને મહાપુરુષોએ કર્યું એટલે આપણે પણ કરી શકીએ એવી છાપ રહી જવાનો સંભવ છે. તેથી આવા પ્રસંગોને વીણી કાઢીને તેનાં નાટકોને બાળકો પાસે ભજવાવવાં એ પણ બરાબર નથી લાગતું. આપણાં નાટકો બધાં જુદા પ્રકારનાં હોવાં જોઈ એ એમ મને ભાસે છે - જેમ કે રવીન્દ્રનાથનું ' મુક્તધારા'; અને હમણાં મેં અહીં મૈથિલીશરણ ગુપ્તનું “ અનઘ’ વાંચ્યું; એ બહુ સારું છે, અને ત્યાં બાળકોની પાસે મૂકવાલાયક છે. તેની હિંદી સરળ અને અત્યંત મીઠી છે, ભાવ ઉત્તમ છે.

* **

અમેરિકનો ગુણ વર્ણવવા માટે પણ મીઠું મરચું ભભરાવ્યા વિના સંતોષ નથી પામતા, એનો, મિલ્સ જેવા સહૃદય રિપોર્ટરના રિપોર્ટમાં દાખલો મળતો હતો. બીજો દાખલે આજે જોવામાં આવેલા એક લેખમાં મળે છે :

" When a customs official at Marseilles, France, asked him whether he had any cigarettes, cigars, firearms, alcohol or narcotics in his luggage, he replied in the negative. Nevertheless the travelling equipment was examined. It proved to consist of: 3 spg. wheels, 3 looms, 1 can goats' milk, 1 package dried raisins, 1 copy Thoreau's Civil Disobedience, 1 set false teeth, 6 dicepers."

“માર્સેલ ( ફ્રાન્સ )ના જકાતી અમલદારે એમને પૂછયું કે તમારા સામાનમાં સિગરેટ, સિગાર, દારૂગોળા, પીવાનો દારૂ કે બીજે કાઈ કેફી પદાર્થ તો નથી ને ? એટલે ગાંધીજીએ નકારમાં જવાબ આપ્યો. છતાં એમના સરસામાન તપાસવામાં આવ્યા. તેમાંથી શું નીકળ્યું ? ૩ રેંટિયા, ૩ સાળો, ૧ બકરીના દૂધનું કેન, ૧ સૂકી અંગૂરનું પડીકું, ૧ થોરાની 'કાયદાની સામે થવાની ફરજ' એ ચોપડી, ૧ બનાવટી દાંતનું ચોકઠું અને

૩૫