પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિનય ન છોડવા ને દુ:ખ પડે તે સહન કરવા તૈયાર રહેવું જોઈએ. આમ કરનારની પવિત્રતા એવી હોવી જોઈએ કે તેની અસર પડયા વિના ન જ રહે.”

  • રીસ ચડે ત્યારે મુંગા થઈ જવું ને રામનામ લઈને તે કાઢી નાખવી.”

વલ્લભભાઈનાં પરબીડિયાંનાં અને સંસ્કૃત અભ્યાસનાં કાગળે કાગળે વખાણ લખે છે. ગઈ કાલે કાકાને લખતાં લખ્યું હતું કે “ ઉચ્ચઃશ્રવાની ગતિથી વલભભાઈનો અભ્યાસ ચાલે છે.” આજે પ્યારેલાલને લખ્યું : ** વલ્લભભાઈ અરબી ધેડાને વેગે દોડી રહ્યા છે. સંસ્કૃત પડી હાથમાંથી ટતી જ નથી. આની મેં આશા નહોતી રાખી. પરબીડિયાંમાં તો તેને કાઈ પહોંચી શકનાર નથી. એ પરબીડિયાં માપ વિના બનાવે છે અને આંખથી જ કાપતાં છતાં સરખાં ઉતારે છે, છતાં બહુ વખત જતા હોય એમ લાગતું નથી. એમની વ્યવસ્થા આશ્ચર્ય પમાડનારી છે. જે કરવાનું હોય તે યાદ રાખવા . જેવું રાખતા જ નથી. આવ્યું તેવું કરી નાખવું. કાંતવાનું લીધું છે ત્યારથી કાંતવાનો સમય બરાબર સાચવે છે. એટલે રાજ સૂતરમાં ને ગતિમાં સુધારો થતો જાય છે. હાથમાં લીધેલું ભૂલી જવાનું તો ભાગ્યે જ હાય. ને આટલી વ્યવસ્થા હોય ત્યાં ધાંધલ જેવું તો હોય જ શાને?” e છોકરીઓનું ઘડતર હમણાં બાપુએ હાથમાં લીધું છે. . . .એ લખ્યું : તમારે કાગળ વાંચ્યા પછી મેં અખંડ બ્રહ્મચર્યનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો છે.” તેને લખ્યું : “ તું અખંડિત કુમારિકા રહી શકે એ મને તો જરૂર ગમે. પણ ઘણાં છેકરા અને છોકરીઓને પોતાને છેતરતાં મેં જાણ્યાં છે. જેને પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું છે તેનામાં પૂર્ણ સત્ય જોઈ એ ને તે કશું છુપાવે નહીં. અને બ્રહ્મચર્ય એટલે શું એનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. વિકારને વશમાં રાખવા એ મોટી વાત છે. એમ કરવા ઈચ્છે તેણે ભાગોમાત્રનો ત્યાગ કરો જોઈ એ. એટલે કે જે તે કરે તે ભાગને સારુ નહીં', પણ આવશ્યક છે એમ જાણીને. અને તેથી જે આવશ્યક ન હોય તે ન જ કરે. આમ ખાવાપીવાની, બેસવાઊઠવાની, પહેરવાઢવાની બધી ક્રિયા થાય. આ બધું કરવાની તારામાં શક્તિ હોય તો બહુ સારું. ન હોય તે નમ્રપણે તે કબૂલ કરી લેવું કે જેમ અસંખ્ય છોકરીઓ કરે છે તેમ તારે પણ કરવું. તેમાં કાંઈ દોષ નહી' ગણાય. શક્તિ ઉપરાંત કાંઈ ન થાય.” . . . ને પ્રાર્થનાના મન વિષે લખતાં લખ્યું : “ પ્રાર્થનામાં સાંજને સારુ પાંચ મિનિટની સૂચના મારી હતી. બેય વખત એટલું મૌન રખાય તો અવશ્ય વધારે સારું. બધાં તેમાં દિલ દઈને ભળે તો અવાજ બંધ થાય જ. છોકરાંઓને પણ એટલે વખત સાચવવાની ટેવ પડે. હું તો અર્ધો કલાક મૌન પળાય એવી સભામાં પણ ગયેલ છું. આ વિલાયતમાં. ૩૮૬

Gandhi Heritage Portal

૩૮૬