પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આપણામાં મૌનનો બહુ મહિમા છે. સમાધિ એ મૌન છે. મુનિ શબ્દની ઉત્પત્તિ પણ એમાંથી જ છે. મૌન વખતે પ્રથમ ઝોલાં આવે, અનેક વિચારો આવે એ બધું સાચું છે. એ કાઢવાતે સારુ જ મૌનની જરૂર છે. આપણને બહુ બોલવાની ને અવાજે સાંભળવાની ટેવ પડી ગઈ છે. એટલે મૌન અઘરું લાગે છે. જરા અભ્યાસથી તે ગમી જશે ને ગમ્યા પછી તેમાંથી જે શાંતિ મળશે તે અલૌકિક હશે. આપણે સત્યના પૂજારી છીએ તેથી મૌનનો અર્થ જાણી તે અર્થને અનુસરે એવું જ મૌન પાળવાનો પ્રયત્ન કરીએ. મનમાંયે રામરટણ કરાય જ, મૂળ વાત એ છે કે આપણું મન મૌનને સારુ તૈયાર હોવું જોઈએ. જરા વિચાર કરવાથી તેની અગત્ય સમજાય એવી છે. શું સમાજમાં પાંચ મિનિટ લગી સ્થિર બેસતાં આપણને ન આવડે ? તમે કોઈ દિવસ નાટકમાં ગયાં છે ? ધણી નાટકશાળામાં વાતા કરવાની મનાઈ હોય છે. મારા જેવા રસિયા ક્લાક વહેલા જઈને બેસે. નાટકનો રસ એક કલાકનું માન પળાવે. પણ એથીયે અસ નથી થતું. નાટક તો ચારપાંચ કલાક ચાલે. એ આખા વખત પણ જોનારે તો મૌન જ પાળવું રહ્યું ના ? પણ એ તો ગમે. એને મન અનુકુળ છે તેથી તે મૌન વસમું નથી લાગતું. ત્યારે ઇશ્વરપ્રીત્યર્થે પાંચ મિનિટનું ભારે પડે ? આ વિચારશ્રેણીમાં ભૂલ હોય તો બતાવજો ને ભૂલ ન હોય તો રસપૂર્વક મૌન ધારણ કરજો તે તેની સામે થનારાની પાસે મારી વતી વકીલાત કરજે. - ૮ એમ પણ ન માનીએ કે આપણામાં હોય તેટલા જ દેાષ સહન કરવા ચાગ્ય છે, મારો અભિપ્રાય તે એવા છે કે જે સુધરવાની કોશિશ કરનારાં હોય તેવાં બધાંને સંધરીએ. જે પોતાના દેશના પૂજારી છે એટલે દેાષાને ગુણરૂપે જુએ છે તેનાથી તે ઈશ્વર પણ ભાગતો ફરે છે એમ તુલસીદાસ આપણને શીખવે છે.” - પરશુરામનો કાગળ વાંચતાં એટલું હસ્યા કે કાગળ આગળ વાંચી ન શક્યા, મારે બાકીના વાંચી સંભળાવવા પડો. એને લખ્યું : “ તમારું નવ પાનાંનું નાનકડું પુસ્તક વાંચીને હું તો હસી હસીને ઢગલો થયો છું. આટલું તો એક દિવસ જુવાનીમાં ભાંગ પીધી હતી ત્યારે હસ્યા હતા એમ સાંભરે છે. ” એ જ કાગળમાં : “ મહાભારતમાં અર્જુન માત થાય છે અને છેવટે કોઈ બચતું જ નથી એ વર્ણન આપીને મહાભારતકારે શસ્ત્રયુદ્ધની મૂર્ખતા સિદ્ધ કરી છે. ગીતામાં ભગવાને પોતાનું વર્ણન કર્યું છે એટલે કે ગીતાકારે ભગવાનના મુખમાં એવું વણુ ન મૂક્યું છે. બાકી ભગવાન તો અરૂપ છે, મેલતાચાલતા નથી. ત્યારે પ્રશ્ન એ રહે છે કે ભગવાનના મુખમાં એવાં ૩૮૭

Gandhi Heritage Portal

૩૮૭