પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વચનો મૂકી શકાય કે નહીં ? મને લાગે છે કે અવશ્ય મૂકી શકાય. ભગવાન એટલે સર્વશક્તિમાન, સર્વજ્ઞ. સર્વજ્ઞને મુખે જે વચન નીકળે તે કેવળ સત્ય જ હોય એટલે એ બડાઈમાં ન ખપે. મનુષ્ય પોતાની શક્તિનું માપ નથી કાઢી શકતા એટલે તેને મોઢે એવું વર્ણન ન શોભે. પણ પ્રશ્ન ઉપસ્થિત થતાં કોઈ મનુષ્ય પોતાની ઊંચાઈ યથાર્થ બતાવે તો એમાં અડપન નથી, પણ સત્ય છે. પાંચ ગજ ઊંચા પાતે ચાર ગજ છે એમ કહે તો તેમાં નમ્રતા નથી, થોર અજ્ઞાન અથવા તો દંભ હોય.” . . . ના કાગળમાં : “ આપણી સ્ત્રીઓ વિકારશૂન્યતાનો ગુણ કેળવતી નથી. તેને પત્ની થતાં આવડે છે, બહેન થતાં નથી આવડતું. બહેન થવામાં ભારે ત્યાગવૃત્તિની આવશ્યકતા છે. જે પત્ની થાય તે પૂર્ણ પણે બહેન ન જ થઈ શકે, એ સ્વયંસિદ્ધ મને તો લાગે છે. ખરી બહેન આખા જગત પ્રત્યે થઈ શકે, પત્ની તે પોતાને એક પુરુષને સોંપી દે છે. પત્નીગુણની જરૂર છે, પણ તે કેળવવા નથી પડતો કેમ કે તેમાં વિકારશાંતિને અવકાશ છે. જગતની બહેન થવાને ગુણ કષ્ટસાધ્ય છે. તે તો જેનામાં બ્રહ્મચર્ય સ્વભાવસિદ્ધ છે અને જેનામાં સેવાભાવ ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચ્યા છે તે જ થઈ સારાં માબાપનાં બચ્ચાં ખરાબ અને ખરાબનાં સારાં કાઈ વાર હોય છે એનું કારણ શું ? એ સવાલના જવાબ . . .ના કાગળમાં આપ્યો: “ સારાં સંસ્કારવાળાં માબાપુની પરીક્ષા કાણ કરી શકે ? જ્યારે ગર્ભ રહે ત્યારે માબાપની કેવી સ્થિતિ હતી એ કોણ કહી શકે ? તેથી મને લાગે છે કે સારાંને ફળ સારું જ હોય એ નિરપવાદ નિયમને વળગી રહેવામાં જ સાર છે, હરેક વખતે એ નિયમ આપણે અમુક વ્યક્તિને વિષે સિદ્ધ ન કરી શકીએ તેમાં આપણું અજ્ઞાન હોય, નિયમની અપૂર્ણતા નહીં.” a બીજ બે સવાલના જવાબ : “દેવને હું માનું તોયે તે મિથ્યા કરી શકાય એમ નથી. દેવ એટલે પૂર્વકની અસર.” “ વેસ્યાના ઉદ્ધાર કરવા સારુ પુરુષોએ પશુ મટવું રહ્યું છે. જ્યાં લગી પુરુષપશુ જગતમાં રહેશે ત્યાં લગી વેશ્યા પણ રહેવાની જ. વસ્યા પેાતાના ધધા છેડે ને સુધરે તો તેને કુલીન કહેવાતા માણસો અવસ્ય પરણે. એક વાર વેશ્યા તે હંમેશાં વસ્યા જ રહેવાની એવા નિયમ નથી.” આ વખતના લેખ “સવિચાર કાર્ય અને વિચારરહિત કાર્ય' એમાં પાયખાનાંસફાઈનું રહસ્ય અદ્ભુત રીતે સમજાવ્યું અને એ ઉત્તમોત્તમ સેવાકાય કેમ થઈ શકે તે સમજાવ્યું છે. ૩૮૮

Gandhi Heritage Portal

૩૮૮