પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જેરાજાણીની ભત્રીજીનો જેલમાં પહોંચતાં પહેલાં એરપ્લેનેડ કોર્ટમાંથી લખેલા કાગળ આવ્યું : “ આખરે, બાપુ, હું પણ મંદિરમાં પહોંચી. આજે જ તમારા કાગળ મળે હતો.” કાર્ટીમાંથી કાકની પાસે કાગળની કાપલી લઈને એની ઉપર લખ્યું હતું. બાપુ કહે: “જુઓ, હવે આ કાગળ જોઈ ને કોણ કહે કે કોંગ્રેસ મરી ગઈ છે ? ?? સિસ વિલકિન્સન, મિસ હેટલી, મેનન અને મેટર્સના અભિનંદન અને પ્રેમ પાવતો એક નાનકડો સંદેશો આવ્યો, જેમાં જણાવ્યું કે * તમે વિલાયતમાં હિંદી લીગના જે નાનકડા મંડળને મળ્યા હતા તે હજી પોતાનું કામ કરી રહ્યું છે. અમને તમને મળવાની તો રજા નથી મળી શકી એટલે આટલી ચિઠ્ઠી લખીએ છીએ.” - મીરાબહેનના પાછા આર્થરરાથી નિયમિત મૌનવારના કાગળ આવવા લાગ્યા છે. એમાં પોતાના ખાવાપીવાની, પહેરવાઢવાની, સૂવાબેસવાની રજેરજ ખબર એણે આપી છે. આટલા વિશ્વાસ, આટલા નિષ્ઠા, આટલી વફાદારી સૌનામાં હોય તો? શિક્ષણ વિષેના બાપુના વિચારોનો પ્રચાર બાપુ પોતાના મંડળમાં કરવાને કેટલા આતુર છે તેનો દાખલો. મથુરાદાસનો - - રૂ ૨ ચિ. દિલીપના માસ્તરને આ પ્રમાણે કાગળ લખ્યો :

  • દિલીપની પાસેથી મેં તમારું નામ માગ્યું હતું, જોકે આપણે કદી મળ્યાનું મને યાદ નથી તોપણ આ લખવાની મેં હિંમત કરી છે. બાળકોની કેળવણી વિષે મારા મનમાં હંમેશાં ખ્યાલ રહ્યો છે કે તેઓને બારાખડી પ્રથમથી શીખવવા જતાં તેમની બુદ્ધિને આપણે રૂંધીએ છીએ ને તેના અક્ષર બગાડીએ છીએ. મારા અભિપ્રાય છે કે બાળકને બારાખડીનું જ્ઞાન આપવા પહેલાં માંએથી ઘણું સામાન્ય જ્ઞાન આપી દેવું જોઈ એ – પોતાના શહેરના કે ગામના ઈતિહાસભૂગાળથી માંડીને પ્રાંતનું, દેશનું અને જગતનું થાડ જ્ઞાન, સૃષ્ટિસૌદર્ય નું, આકાશનું, ઝાડપાનનું, માઢે શીખવાના ગણિતનું, ભૂમિતિનું, સાહિત્યનું, એટલે કે શુદ્ધ ઉચ્ચાર, વ્યાકરણ, કાવ્ય, શ્લોકા વગેરે. આમાંના એ કેને સારુ પ્રથમ લખવાવાંચવાનું શીખવવાની મુદ્દલ આવશ્યકતા નથી. બાળક લખવાનું શીખે તેના પહેલાં તેને વાંચતાં શીખવવું જોઈએ. લખતાં છેલ્લે શીખવવું. બારાખડી. લખે તે પહેલાં તેણે ચિત્ર કાઢતાં શીખવું જોઈ એ. સીધી લીટી, આડી લીટી, ત્રિકોણ વગેરે બરાબર કાઢે પછી અક્ષરાનાં પણ ચિત્રા જ કાઢે. આમ પદ્ધતિ રાખતાં બાળકને ત્રાસ ન થાય, ઘણું જ્ઞાન મેએથી મેળવી લીધું હોય તે અક્ષર

૩૯૦

Gandhi Heritage Portal

૩૯૦